________________
કેવળી પ્રભુનો સાથ
કરે છે, કર્મના નિહાર માટે પંચાસ્તિકાયની સહાય લે છે, અને કર્મનો નિહાર કરે છે. સાથે સાથે જે આજ્ઞારસ મળ્યો છે તેને ભૂત, વર્તમાન કે ભાવિના કર્મ માટે યોગ્ય રીતે પરઠાવે છે. આ કાર્ય કરવા જીવ નિર્જરા માટે આજ્ઞારસ ખેંચે છે, અને આશ્રવરૂપ આહારને તોડવા પણ આજ્ઞારસને ખેંચે છે. આ પ્રક્રિયામાં જીવ પહેલીવાર આહાર અને નિહારને વિહાર દ્વારા એકત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. વિહારના આ દ્વિતીય કાર્યને જ્ઞાનીપુરુષો સંવર X સંવર રૂપે કે મહાસંવર રૂપે ઓળખાવે છે. આ માર્ગમાં જીવ પહેલીવાર આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપને આજ્ઞારસના માધ્યમથી આજ્ઞામાર્ગમાં આજ્ઞાધીનપણે અનુભવે છે. આ માર્ગમાં જીવનાં ઉદાસીનતા અને વીતરાગતા વધતાં જાય છે. જીવ જે પ્રેમભાવ પોતાના ગુરુ પ્રત્યે અનુભવતો હતો, તેવો પ્રેમભાવ તે પોતાની સમાન કક્ષાવાળા અને પોતાથી નીચી કક્ષાવાળા જીવો સાથે કેળવતો જાય છે. આ રીતે મહાસંવરના માર્ગમાં જીવ વધારે ને વધારે આજ્ઞાધીન થતો જઈ પાંચ મહાવ્રતનું પાલન સૂક્ષ્મતાએ કરતો જાય છે.
આ માર્ગમાં જીવની પરમાર્થ શુદ્ધિ સાથે વ્યવહાર શુદ્ધિ પણ કેળવાતી જાય છે. આ શુદ્ધિથી તેને ઉચ્ચ પ્રકારનાં કલ્યાણનાં પરમાણુની પ્રાપ્તિ થાય છે; જેના આધારે તે ઉત્તમ માર્ગદર્શકનું પદ કે ગુરુપદ પામે છે. તે પોતાનાં જ્ઞાન તથા દર્શનની વિશુદ્ધિ વધારવા સાથે ચારિત્રની વિશુદ્ધિ પણ કરતો જાય છે, જેથી તેની રત્નત્રયની આરાધના શુધ્ધતાથી થાય છે. તેના અનુસંધાનમાં તેને અનેક સિદ્ધિઓ પણ મળે છે.
મહાસંવરના માર્ગમાં જુદા જુદા હેતુઓ જોવા મળે છે. તેને લીધે બીજા ત્રણ માર્ગનું બંધારણ થાય છે. પહેલા ચાર માર્ગની ઉત્કૃષ્ટતાએ મહાસંવર માર્ગ રચાય છે. એ માર્ગમાં બીજા ભાવ જીવ ઉમેરતો જાય છે ત્યારે બાકીના ત્રણ માર્ગની રચના થતી જાય છે.
મહાસંવર માર્ગ જીવ સંજ્ઞાની સિદ્ધિ અને શુદ્ધિથી કેળવી શકે છે. તેમાં સંજ્ઞાની સહાયથી જીવ વિહાર તથા નિહારની ઉત્કૃષ્ટતા એક સમયે કરી શકે છે, પણ આ બધા માર્ગોમાં જીવ આહારની સકામ શુદ્ધિ પર ધ્યાન આપી શકતો નથી, તેથી મહાસંવરના
૨૬૦