________________
કેવળી પ્રભુનો સાથ
| નિર્વાણમાર્ગનાં મૂળ ત્રણ પગથિયાં છે. સંવર, નિર્જરા અને ગુણોનો આશ્રવ. આમાં પહેલાં બે પગથિયાં કર્મક્ષયને આરાધનનો મૂળ ધૃવકાંટો બનાવે છે, અને ત્રીજું પગથિયું ગુણના આશ્રવને આરાધન કરવામાં ઘુવકાંટો બનાવે છે. આ ત્રણે પગથિયાંના મિશ્રણથી મુખ્યતાએ બે માર્ગ ફંટાય છે. (૧) આત્મિક શુદ્ધિનો માર્ગ. (૨) સર્વોત્કૃષ્ટ સિદ્ધિનો માર્ગ.
આત્મિક શુદ્ધિના માર્ગમાં જીવ કર્મક્ષયને આરાધનામાં ધુવકાંટો બનાવે છે, અને તે પોતાના સંવર તથા નિર્જરાના પુરુષાર્થને વધારતો જાય છે. આ પુરુષાર્થની ટોચ એટલે મહાસંવરનો માર્ગ. આ માર્ગમાં જીવ ઉત્કૃષ્ટ સંવર અને ઉત્કૃષ્ટ નિર્જરા એકસાથે, એક સમયે કરે છે. આ પુરુષાર્થમાં કર્મ સામે ધુવકાંટો રહેતો હોવાથી, જીવ પુરુષાર્થ કરી કર્મ પ્રેરિત અંતરાય કર્મનો ક્ષય કરી શકે છે અને સાથે સાથે મૂળ કર્મનો પણ ક્ષય કરે છે. પરંતુ જ્યાં તેનો પુરુષાર્થ સુખબુદ્ધિના કવચ પાસે આવે છે ત્યાં ઉચ્ચ ગુણાશ્રવનો સાથ ન હોવાને લીધે તે પહેલાં શતાવેદનીય માટે મોહ કરે છે, પરિણામે સુખબુદ્ધિના કવચના ક્ષયની ભૂમિકા સુધી પહોંચતા સુધીમાં તેનો પુરુષાર્થ મંદ થઈ જાય છે. જો એનો પુરુષાર્થ થોડો વિશેષ એટલે કે મધ્યમ પ્રકારનો હોય તો તે શાતાવેદનીયમાં ન મોહાતાં કર્મક્ષયની સુખબુદ્ધિમાં મોહાઈ જાય છે. તેથી કર્મક્ષયની સફળતા મળતાં પોતે માનભાવ વેદી પુરુષાર્થને મંદ કરે છે. જો તે જીવ તીવ્ર પુરુષાર્થ હોય તો તે શાતાની સુખબુદ્ધિ તથા કર્મક્ષયની સુખબુદ્ધિનો ત્યાગ કરી શકે છે, પણ પરમાર્થ લોભની સફળતાની સુખબુદ્ધિનો તે ત્યાગ કરી શકતો નથી. જેટલા અંશે આ સુખબુદ્ધિને તે છોડી શકે છે એટલા અંશે એ વિભાવ પ્રેરિત અંતરાયનો ક્ષય કરી શકે છે. પણ આત્મિક શુદ્ધિના માર્ગમાં પરમાર્થ લોભની સફળતાની સુખબુદ્ધિનો સંપૂર્ણ ત્યાગ કરવો અસંભવિત થાય છે, તેથી આ માર્ગ ઇચ્છનીય હોવા છતાં પૂર્ણ માર્ગ નથી, અપૂર્ણ માર્ગ છે.
સર્વોત્કૃષ્ટ શુદ્ધિના માર્ગમાં જીવ ગુણાશ્રવને આરાધનનો ધુવકાંટો બનાવે છે, અને કર્મક્ષયનાં લક્ષનો ત્યાગ કરે છે. આમ થતાં તે જીવ સહજતાએ પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરે છે, અને તેના સાથથી અપૂર્વ પુરુષાર્થ કરી તે જીવ
૨૩૮