________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ આશ્રવ, જેનાથી જીવ એના મૂળ ધર્મ તરફ ગુણાશ્રવ કરતો જાય છે. આજ્ઞાતપ એટલે આજ્ઞારૂપી ધર્મ માટે જે જે સુખબુદ્ધિરૂપ અંતરાયાદિ પુદ્ગલ પરમાણુઓ આડા આવે છે એને આત્મસ્વભાવ રૂપી મૂળ સ્વભાવદશાની સહજદશા ઉત્પન્ન કરનાર પ્રક્રિયા કરવી. આજ્ઞારૂપી તપમાં જીવ પૂર્વ સંચિત વિભાવ પરમાણુઓને નિર્જરાવે છે, એટલે કે નિહાર કરે છે. આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ વિશે આપણે ‘આણાએ ધમ્મો, આણાએ તવો' એ પ્રકરણમાં વિસ્તારથી સમજણ લીધેલી છે. તેથી તેની વિચારણા ન કરતાં આશાનાં ત્રીજા ઘટક ‘આજ્ઞારસ’ વિશે વિચારણા શરૂ કરીએ.
જીવે સેવેલા કલ્યાણભાવના આધારે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપને ફેલાવવા માટે આજ્ઞારસ એક આત્મિક ભાવરસ રૂપ માધ્યમ છે. આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપમાં થોડા જીવો કે સમસ્ત જીવો માટે વેદાયેલો કલ્યાણનો અપૂર્ણ ભાવ જે પુદ્ગલ પરમાણુઓમાં સમાયો છે તે આજ્ઞારસ છે. એ અપૂર્ણ ભાવ પુદ્ગલ પરમાણુઓમાં ભાવ૨સરૂપે સમાય છે. આજ્ઞારસમાં આજ્ઞાધર્મ તથા આજ્ઞાતપની સાથે સાથે કલ્યાણભાવ પણ સમાયેલો હોય છે. આ આજ્ઞારસની મીઠી અસર જીવ પર થાય છે.
આજ્ઞારૂપી ધર્મ કે તપમાં જ્યારે કલ્યાણભાવ ભળે છે ત્યારે આજ્ઞારસ ઉપજે છે. જ્યારે કોઈ પુરુષાર્થી જીવ કલ્યાણાર્થે પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ અથવા ધ્યાનમાં લીન થાય છે ત્યારે એ સહજરૂપે પોતાની વર્તમાન સ્થિતિ કરતાં વધારે શુદ્ધિ સાથે આજ્ઞા પાળવાના (ધર્મ કે તપ કરવાના) ભાવ કરે છે. આ વધારે શુદ્ધિના પરમાર્થ લોભ સાથે જીવ માનભાવ ત્યાગી, વિનયી બની, સત્પુરુષ, સત્કર્મ અને સત્શાસ્ત્રનો આશ્રય લઈ મહત્ પુરુષનો સાથ માગે છે. આ ભાવ નીપજતાં તે જીવ સંજ્ઞા દ્વારા વર્તમાનમાં ભાવિમાં કરવા યોગ્ય પુરુષાર્થ માટે પ્રાર્થે છે. આ ભાવ ઉપજવાથી એ પુદ્ગલ સ્કંધમાં રહેલા ભાવરસને અક્રિયમાંથી સક્રિય કરે છે. ભાવરસ સક્રિય થતાં જ ધર્માસ્તિકાયની સહાયથી પુદ્ગલને ગતિ મળે છે. એ રસ પુદ્ગલને જીવના આત્મા પ્રતિ દોરે છે. જ્યારે આ પુદ્ગલો આત્માને સ્પર્શે છે ત્યારે શેરડીના રસની
૨૫૩