________________
કેવળી પ્રભુનો સાથ
અહીં આપણે એક અતિ અગત્યની વાત લક્ષમાં રાખવાની છે, કે અસંજ્ઞી જીવને માત્ર અનભિસંધિજ વીર્ય હોય છે. અભિસંધિજ વીર્ય તો માત્ર સંજ્ઞાના આધારે જ ખીલી શકે છે, ત્યારે અનભિસંધિજ વીર્ય ઇન્દ્રિયોના આધારથી ખીલે છે. આ બંને વીર્યની પ્રક્રિયા ૫૨ સૂક્ષ્મતાથી વિચાર કરતાં સ્પષ્ટ થશે.
જીવના આત્મપ્રદેશો પર પુદ્ગલ વિહાર કરે છે તે વખતે જીવ અભિસંધિજ તથા અનભિસંધિજ વીર્યનો ઉપયોગ કેવી રીતે કરે છે?
શ્રી પ્રભુ કરુણા કરી ઉત્તમ તથા સચોટ સમજણ આપે છે કે વિહારમાં જીવ આહાર અને નિહાર કરતાં વિરુદ્ધ, એટલે કે તે કાં તો અભિસંધિજ વીર્યનો ઉપયોગ કરે છે, અથવા તો અનભિસંધિજ વીર્યનો ઉપયોગ કરે છે. આ બંને જાતનાં વીર્યનો ઉપયોગ એક જ સમયે થઈ શકતો નથી. જીવની વિહારની પ્રવૃતિથી તે જીવ કર્માશ્રવ કરે છે કે ગુણાશ્રવ કરે છે તે નક્કી થાય છે, અને નિહારમાં એ જીવ વિપાકોદયથી નિહાર કરવાનો છે કે પ્રદેશોદયથી નિહાર કરવાનો છે તે નક્કી થાય છે. જીવ કર્મને પ્રદેશોદયથી વેદે તો ગુણાશ્રવ કરે છે, અથવા તો ગુણાશ્રવ કરવા જીવ કર્મને પ્રદેશોદયથી વેદે છે. એ વખતે જીવ વિહારનાં કાર્યમાં અભિસંધિજ વીર્યનો ઉપયોગ કરે છે. જીવ જ્યારે કર્માશ્રવને કારણે વિપાકોદય વેઠે છે અથવા તો વિપાકોદય થતાં જીવ કર્માશ્રવ કરે છે ત્યારે જીવ વિહારનાં કાર્યમાં અનભિસંધિજ વીર્યનો ઉપયોગ કરે છે. પ્રદેશોદય અને ગુણાશ્રવમાં સકામ સંવર છે, અને કર્માશ્રવ કે વિપાકોદયમાં અકામ સંવર છે. આ આહાર, વિહાર અને નિહારના ગુણકો (permutations and combinations) તથા અભિસંધિજ વીર્ય કે અનભિસંધિજ વીર્યના ઉપયોગના આધારે શુદ્ધિ તથા સિદ્ધિ મેળવવાનો પુરુષાર્થ જીવ કરી શકે છે.
શુદ્ધિ અને સિદ્ધિ એ ધર્મનાં મૂળ પર આધાર ધરાવે છે. ધર્મનું મૂળ છે ‘આજ્ઞા’. તેથી આશાનાં સાધનથી જીવને શુદ્ધિ તથા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આશાના મુખ્યત્વે ત્રણ ભાગ છે: આજ્ઞા ધર્મ, આજ્ઞા તપ અને આજ્ઞારસ. આજ્ઞાધર્મ એટલે આજ્ઞાનો
૨૫૨