________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
જીવ આજ્ઞારસના સાથથી પોતાના અંતરાયાદિ કુકર્મનો કચરો નિહારનાં સાધન દ્વારા હલકો કરે છે. તે જીવ પ્રાર્થના તથા ક્ષમાપનાના સાધનથી નિહારની પ્રક્રિયાને સકામ બનાવે છે. આ શુદ્ધિથી જીવ પોતાનાં અંતરાયાદિ કુકર્મને સકામપણે નિર્જરાવે છે. પરમાર્થ પુણ્યનો સ્થૂળ અનુભવ તે જીવ કરી શકે છે.
આ પરમાર્થ પુણ્યથી જીવ મિથ્યાત્વને નબળું પાડે છે. શ્રેષરૂપ મિથ્યાત્વથી રાગરૂપ મિથ્યાત્વને તે ઓગાળે છે. આ માર્ગની સિદ્ધિ થતાં જીવ વીર્યની ખામી અનુભવે છે. તેથી તે વધારે આજ્ઞારસ મેળવવા ઉત્સુક થાય છે. તેમ છતાં તેને સકામ નિહારથી ઉપજતી શાંતિ વહાલી લાગે છે. એટલે તે એ બંને કાર્ય કરવા પુરુષાર્થ થાય છે. તેમાંથી બને છે ત્રીજો સંવર પ્રેરિત નિર્જરા માર્ગ.
૩. સંજ્ઞી જીવનું સંવર પ્રેરિત નિર્જરા માર્ગનું આરાધન નિહારની સકામતાથી વીર્યની ખામી અનુભવાતાં જીવ આજ્ઞારસને વધારે મેળવવા પોતાના પુરુષાર્થને વિકસાવે છે, ઉગ્ન કરે છે. તે નિર્જરામાં ઓતપ્રોત બની, નિર્જરારૂપ નિહારના સાધનથી અને પ્રાર્થનાના માધ્યમથી ઉચ્ચ આજ્ઞારસની માગણી કરે છે. આ વિનંતિથી વધારે શુદ્ધ તથા વધુ સંખ્યાનાં કલ્યાણનાં પરમાણુઓ તેની નજીક આવે છે. તેને ગ્રહણ કરવામાં પૂર્વે બાંધેલાં અંતરાય કર્મ વિઘ્ન નાંખે છે, ત્યારે તે માત્ર પ્રાર્થનાના માધ્યમમાં નિસહાયતા અનુભવી, ભક્તિરૂપી જાદુથી પ્રાર્થનાનાં માધ્યમમાં ક્ષમાપનાનાં અંકુરો ફોરવે છે. ક્ષમા માગવાના ભાવ ઊગતાં જ એ જીવ વિહારરૂપ કર્મનાં સંક્રમણ માટે યોગ્ય આજ્ઞારસ મેળવવા પુરુષાથી થાય છે. અને યોગ્ય સંખ્યાના તથા યોગ્ય તીક્ષ્ણતાવાળા પરમાણુઓ મેળવવા માટે તે અંતરાય કર્મનો વિહાર સકામપણે કરવા માટે ઉદ્યમી થાય છે. આ પ્રક્રિયા જાણતાં ‘સંવર પ્રેરિત નિર્જરા માર્ગના નામની સાર્થકતા જણાશે.
આ શુદ્ધિથી તે જીવ ઉચ્ચ કક્ષાનાં ઘણાં પરમાણુઓ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ પરમાણુઓના સાથથી તે જીવ પોતાને જાણીતા એવા નિર્જરારૂપ સકામ નિહારના કાર્યમાં જોડાય છે. નિહારની શુદ્ધિ વધતાં તેની વિવિધ ગૂંચવણો (Complexities)
૨૫૭