________________
કેવળી પ્રભુનો સાથ
એ પુદ્ગલો કર્મરૂપે આત્માના અમુક ભાગમાં સ્થપાય છે. આ પુગલના ભાવરસ દ્વારા જ્યારે જીવ ભાવ વેદે છે ત્યારે તે આખા આત્મા દ્વારા વેચાય છે. આત્માનું પ્રત્યેક વેદન એક પ્રદેશ પૂરતું નહિ પણ સર્વ પ્રદેશોમાં ફેલાયેલું હોય છે. આ ભાવોનું વેદન જીવ અભિસંધિજ અથવા તો અનભિસંધિજ વીર્યના ઉપયોગથી કરે છે. જેટલા અંશે જીવ અભિસંધિજ વીર્ય વાપરે છે તેટલા અંશે કર્મ ઘટ્ટ થાય છે, કારણ કે એ સકામ પુરુષાર્થના આધારે રૃરિત થાય છે. જેટલા અંશે જીવ અનભિસંધિજ વીર્ય વાપરે છે, તેટલા અંશે કર્મની સંખ્યા અર્થાત્ પુદ્ગલ પરમાણુઓની સંખ્યા વધે છે. આને સ્થૂળતાથી વિચારીએ તો કહી શકાય કે અનભિસંધિજ વીર્ય કર્મની સંખ્યા નક્કી કરે છે અને અભિસંધિજ વીર્ય એ સંખ્યાને એકરૂપ કરે છે. બીજી રીતે કહીએ તો અભિસંધીજ વીર્ય આત્મા પર પરમાણુઓને ચીટકવા માટે ગુંદર જેવો પદાર્થ આપે છે. પુદ્ગલનો આ વિહાર આહારની પ્રક્રિયા વખતે થાય છે.
આ જ રીતે નિહારની પ્રક્રિયા વખતે પણ જીવમાં પુદ્ગલનો વિહાર થાય છે. તે પ્રક્રિયાની વિચારણા નિહારની પ્રક્રિયા સમજતી વખતે કરીશું. પરંતુ અત્યારે એ સમજવું યોગ્ય છે કે વિહારની પ્રક્રિયામાં જીવને સંવર કેવી રીતે થાય છે?
શ્રી પ્રભુ કૃપા કરી આપણને આ વિશે સમજણ આપે છે. વિહારમાં આપણે જોયું તે પ્રમાણે આત્મા પ્રત્યેક પ્રદેશ પર એ પુદ્ગલ પરમાણુઓના ભાવરસને વેદે છે. આ વેદન વખતે જીવ એ પુદ્ગલરસના ભાવમાં એકરૂપ હોય છે. તેથી તે સમયે જીવ અન્ય પ્રવૃતિ કરી શકતો નથી; કેમકે જીવ એકી સાથે બે ભાગમાં પ્રવર્તતો નથી. આથી જીવ એટલા કાળ માટે આહારની પ્રવૃતિનો ત્યાગ કરે છે. આ ત્યાગને લીધે જીવ એ સમયે આહાર – આશ્રવ કરતો નથી, પરિણામે જીવ વિહાર વખતે સંવરનું વેદન કરે છે. આ પ્રક્રિયા અપેક્ષાથી સમજવાની છે. શ્રી પ્રભુએ જણાવેલા નિયમ પ્રમાણે જીવ સમયે સમયે અનંત કર્મનો કર્તા તથા ભોક્તા બને છે, એનો વિરોધ ઉપરની પ્રક્રિયામાં જોવા મળે છે. તેનું સમાધાન પણ અપેક્ષાએ સમજવા યોગ્ય છે. જ્યારે આશ્રવનાં પ્રમાણમાં સંવર અને નિર્જરા ઘણા મોટા પ્રમાણમાં હોય છે ત્યારે આશ્રવ નથી એમ ગણાય છે. વિહારની પ્રવૃતિ સંજ્ઞા આવ્યા પછી જ ધૂળરૂપ ધારણ કરે છે. અસંજ્ઞી
૨૫O