________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
કરે છે તેવી તેવી વેશ્યા તેનામાં ઉત્પન્ન થાય છે. કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુકુલ એ છે માંથી જે પ્રકારની વેશ્યા ઉત્પન્ન થાય છે, તેને અનુરૂપ પાંચે સમવાય ગોઠવાઈ જાય છે. પાંચ સમવાયની વેશ્યાનુસાર જેવી ગોઠવણી થાય છે, કે તરત જ જીવ પોતાના ભાવ પ્રમાણે પુગલનાં પરમાણુઓને ખેંચે છે. આ પુદ્ગલનાં પરમાણુઓમાં એક પ્રકારનો અક્રિય (passive) ભાવરસ હોય છે, જે અન્ય જીવે પરમાણુનો નિહાર કરતી વખતે ભાવ્યો હોય છે. એ ભાવ હજુ સુધી પૂરો થયો ન હોવાના કારણે અધૂરો રહ્યો હોય છે. તેથી જ્યારે લેશ્યા સહિત પાંચ સમવાયથી એ પુદ્ગલ પરમાણુઓને જીવ ખેંચે છે ત્યારે એ ભાવરસ એ પુદ્ગલમાંથી ઉપર સ્લરે છે. પુગલને ખેંચતા જીવના ભાવ અને આ ખેંચાતા પુદ્ગલોમાં રહેલા ભાવરસમાં સમાનપણું હોવાથી બંને એકબીજામાં એકરૂપ બની, એ પુદ્ગલો લોહચુંબકથી ખેંચાતા લોઢાની જેમ જીવ પ્રતિ ખેંચાય છે.
મોટાભાગે સંજ્ઞી જીવ ત્રણે યોગથી આહાર કરે છે, અને ત્રણે યોગના ભાવ સમાન હોય છે. પરંતુ સંજ્ઞા આવવાથી જીવમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભાવ કરવાની શક્તિ જાગી હોવાથી, કેટલીકવાર તેના ત્રણે યોગ જુદા જુદા ભાવ કરે એમ પણ બનતું હોય છે. એટલે કે કોઇકવાર જીવ મનોયોગથી ભૂતકાળના ભાવ કરતો હોય, વચનયોગથી ભાવિના ભાવ કરતો હોય અને કાયયોગથી વર્તમાનમાં વર્તતો હોય એવું પણ બની શકે છે. આવા વિવિધ પ્રકારના ભાવને લીધે જીવ જુદા જુદા પ્રકારનાં પગલ પરમાણુઓને ખેંચતો રહે છે.
વિહાર – સંવર આપણે સમજ્યા તે પ્રમાણે જીવ કર્મ પરમાણુઓનો આહાર યોગ મારફત કરે છે. આહાર કર્યા પછી આ પરમાણુઓ ખોરાકની જેમ પાચન વિભાગમાં જાય છે. ત્યાં જીવ રહેલા પરમાણુઓમાંથી ભાવરસ કાઢી પોતે વેદે છે. તે વેદન દ્વારા જીવ કર્તાપણું વેદે છે અને નવા ભાવ કરે છે; જેનાથી નવો આહાર રહણ થાય છે. આ નવો આહાર પહેલાના ભાવરસથી પ્રેરિત આત્માના ભાવને પુદ્ગલ દેહ આપે છે. અને
૨૪૯