________________
કેવળી પ્રભુનો સાથ
કાયયોગથી અથવા ત્રણે યોગ દ્વારા પુદ્ગલને ખોરાકરૂપે ગ્રહણ કરે છે. સારા ભાવથી સારા પુદ્ગલો ખેંચાય છે, અને ખરાબ ભાવ કરવાથી અશુભ પુદ્ગલો આકર્ષાય છે. આ ભાવ પુદ્ગલમાં ખોરાકનાં વીર્ય જેવું કામ કરે છે. સારા પુદ્ગલમાંથી સારું વીર્ય ઉત્પન્ન થાય છે અને ખરાબ પુદ્ગલમાંથી નબળું વીર્ય ઉત્પન્ન થાય છે. તે પુદ્ગલની નિર્જરા કરતી વખતે જીવના ભાવ અનુસાર તેની ગુણવત્તા (quality) નક્કી થાય છે. એ પુદ્ગલ જે યોગ દ્વારા ખેંચાય છે, જેનાથી આત્માના અમુક ભાગમાંથી એ પુદ્ગલને લીધે વીર્ય ઉત્પન્ન થાય છે. તે વીર્ય બે પ્રકારનું છે. (૧) અભિસંધિજ વીર્ય. (૨) અનભિસંધિજ વીર્ય.
જેટલા અંશે જીવ પોતાના ભાવ સંજ્ઞા દ્વારા વેદે છે, એટલે કે પાંચ ઇન્દ્રિય સાથે ભૂત, વર્તમાન તથા ભવિષ્યના ભાવને એકત્રિત કરવાના પ્રયત્નથી વેદે છે તેટલા અંશે એ વીર્ય અભિસંધિજ વીર્યરૂપે ફૂરે છે. જેટલા અંશે જીવ માત્ર ઇન્દ્રિયના સાધનથી ભાવ વેદે છે, સંજ્ઞાનો ઉપયોગ કરતો નથી, તેટલા અંશે તે વીર્ય અનભિસંધિજ વીર્યરૂપે ફૂટ થાય છે. સ્થૂળતાએ વિચારીએ તો જ્યાં ભાવનું ઘૂંટણ છે ત્યાં જીવનું અભિસંધિજ વીર્ય ઉત્પન્ન થાય છે, અને જ્યાં ભાવની મંદતા કે અલ્પતા છે ત્યાં અનભિસંધિજ વીર્ય ઉત્પન્ન થાય છે. અભિસંધિજ વીર્યનો ઉપયોગ કરી જીવ સકામ આશ્રવ, સંવર તથા નિર્જરા કરી શકે છે, અને અનભિસંધિજ વીર્યના ઉપયોગથી જીવ અકામ આશ્રવ, સંવર તથા નિર્જરા કરે છે.
આહાર - આશ્રવ જીવ મન, વચન કે કાયાના યોગની સહાયથી પુગલનો આહાર કરે છે. યોગને આપણે પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. જીવ વિચાર, વાણી અને કાયાની પ્રવૃતિ દ્વારા ભાવનું વેદન કરે છે. તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ પાંચ સમવાયના બંધારણથી જીવના યોગમાં પુદ્ગલ પરમાણુઓને ખેંચવાની શક્તિ આવે છે, તથા તેને અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય છે. આ પુગલો તો જડ છે, તેથી તેનામાં કોઈ તોલન બુદ્ધિ કે વિચારશક્તિ નથી, જીવ જેવા જેવા ભાવ
૨૪૮