________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
આનાથી સાવ ઊલટું, જ્યારે કલ્યાણનાં પરમાણુઓને ખેંચતો જીવ જો બળવાન પુરુષાથ હોય તો એ પરમાણુઓમાં રહેલો સક્રિય (active) આત્મકલ્યાણરસને વધારે શક્તિશાળી બનાવે છે, તેનાં ફળરૂપે તે જીવ અંતરાય ગુણને પ્રગટ કરી શકે છે, અને બળવાન પરમાર્થ પુણ્ય ઉપાર્જન કરે છે. આવા કારણથી શ્રી વીરપ્રભુએ ઉત્તમ પુરુષાર્થ કરવા માટે શ્રી ગૌતમ સ્વામીને બોધ્યું હતું કે, “હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ.'
અસ્તિકાય ઉપર આવું પ્રભુત્વ જીવ સંજ્ઞીપણું મેળવ્યા પછી જ જમાવી શકે છે. એ સમજાતાં સંજ્ઞા એ કેવી અપૂર્વ સિદ્ધિ છે, તથા તે આત્માને પુદ્ગલ દ્વારા પ્રાપ્ત થાય છે તે જીવને માટે આશ્ચર્યનું કારણ બને છે. સંજ્ઞા મેળવીને જીવ ભૂત, વર્તમાન તથા ભવિષ્યને વર્તમાનમાં કર્તાભોક્તાપણાના આત્મિક ગુણ દ્વારા આકાર (form & shape) આપી શકે છે. સંજ્ઞા આવવાથી પુગલની પ્રવૃત્તિમાં કેવા કેવા ફેરફાર થાય છે તે જાણવું અને સમજવું ઉપયોગી છે. આ ક્રિયા સમજવા માટે આપણે એક સ્થૂળ ઉદાહરણ લઈએ.
આપણે મોઢેથી ખોરાક લઈએ છીએ, અન્નનળી દ્વારા તે ખોરાક પેટમાં જઈ, પાચનક્રિયામાંથી પસાર થઈ, લોહીમાં રૂપાંતર પામે છે. અને એ લોહી આખા શરીરમાં પ્રસરે છે. ખોરાક તો માત્ર મુખથી જ લઈએ છીએ, પણ એ ખોરાકમાં રહેલા વીર્યનો સંચાર જ્યારે લોહીરૂપી વીર્યમાં પરિણમે છે, ત્યારે એ લોહી આખા શરીરમાં પ્રસરી જાય છે. તે લોહી શરીરમાં બે કાર્ય કરે છે. પહેલું કાર્ય તે શરીરનાં અવયવોને તથા આખા શરીરને શક્તિ પૂરી પાડે છે; અને બીજુ કાર્ય તે એ છે કે શરીરનાં જે જે અવયવોમાં તજવા યોગ્ય કચરો એકઠો થયો હોય તેને એકત્રિત કરી યોગ્ય જગ્યાએ ભેગો કરે છે. આ કચરો શરીરના અમુક ભાગ દ્વારા મળમૂત્રરૂપે શરીરની બહાર ફેંકાય છે.
આ પ્રક્રિયાનો વિચાર કરતાં તેની પાછળ કામ કરી રહેલો સિદ્ધાંત સમજાશે. જીવ કર્તાપણું કરી, પોતાના ભાવ અનુસાર અને યોગની શક્તિ પ્રમાણે મન, વચન કે
૨૪૭