________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
જાદુ દ્વારા જીવને સુસાધન બની, સર્વ કુકર્મથી ક્રમ સહિત મુક્તિ અપાવી શકે છે. આ હકીકત શુદ્ધિ અને સિદ્ધિ વચ્ચેનો પરસ્પર સંબંધ બતાવે છે.
જે ઇન્દ્રિયો જીવને પુગલરૂપી સંસારી પ્રપંચનો ગુલામ બનાવી નિર્ભયપણે રખડાવે છે, એ જ ઇન્દ્રિયો જ્યારે આજ્ઞાની આજ્ઞામાં હોય છે, ત્યારે એ જ જીવને ત્રિલોકનો નાથ બનાવે છે, લોકવ્યાપી કરે છે અને તેને લોક પૂજનીય બનાવે છે.
જે પુગલો એને પોતાનું અસ્તિત્વ જ ભૂલાવી દે છે, એ નિર્જીવ પદાર્થ પણ જ્યારે પરમ આજ્ઞાનો સ્પર્શ પામે છે, ત્યારે એ પુદ્ગલો સુધારસરૂપે, કલ્યાણનાં પરમાણુરૂપે અને સ્વરૂપદર્શક બોધવાણી રૂપે જીવને પરમાંથી સ્વ તરફ દોરે છે. પરપદાર્થ જીવને પરભાવમાં લઈ જાય તે તો સમજાય તેવી બાબત છે, પરંતુ એ જ પરપદાર્થો આત્માને સ્વભાવ તરફ દોરે છે, એ સમજવા યોગ્ય તથા વિચારવા જેવી બાબત છે, તેમ છતાં તેમાં કેવી અભુતતા રહેલી છે!
પરમકૃપાળુ શ્રીપ્રભુ આ બાબત બોધ કરી આપણને ખુલાસો આપે છે. લોકમાં પ્રવર્તતાં છ દ્રવ્યમાં આત્મા એ સૌથી શક્તિશાળી દ્રવ્ય છે. તે અન્ય પાંચ દ્રવ્યોને પોતાના સ્વભાવ અનુસાર (સ્વભાવ એટલે સ્વએ પોતે કરેલા ભાવ અનુસાર) પરિણમાવે છે. સ્વભાવ એ સ્વભાવના ભાવ પણ હોઈ શકે અને વિભાવના ભાવ પણ હોઈ શકે. આ સાથે આત્મામાં રહેલી એક બીજી શક્તિ પણ કામ કરે છે. મળેલી સંજ્ઞાના આધારથી જીવ ભાવના કાળને ઇચ્છાનુસાર ફેરવી શકે છે. એટલે કે જીવ ભૂતકાળના ભાવને વર્તમાનનાં પરિણામ રૂપે ફેરવી શકે છે, વર્તમાનના ભાવને વર્તમાનનાં પરિણામ રૂપે ફેરવી શકે છે, અને વર્તમાનના ભાવને ભવિષ્યનાં પરિણામમાં પણ ફેરવી શકે છે. જીવની આ સિદ્ધિને લીધે પુગલનાં ભિન્ન ભિન્ન રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ જોવા મળે છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યો સ્વતંત્રપણે સ્થિર રહે છે. પણ પુદ્ગલ જીવના ભાવની પ્રેરણાથી પર્યાય પામે છે. માટે તે દ્રવ્ય સ્વતંત્ર છતાં પરતંત્ર છે. આ હકીકતને જ્ઞાનીપુરુષો સમજી વિચારીને પોતાનાં કલ્યાણકાર્યનું સાધન બનાવે છે.
૨૪૫.