________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
કર્મ પ્રેરિત અંતરાય કર્મ, મૂળ કર્મ, શાતાવેદનીયની સુખબુદ્ધિ, કર્મક્ષયની સુખબુદ્ધિ અને પરમાર્થ લોભની સફળતાની સુખબુદ્ધિને ગુણવૃદ્ધિ તથા ગુણગ્રાહકપણાના લોભથી ત્યાગે છે. આમ કરીને તે જીવ વિભાવ પ્રેરિત અંતરાય કર્મનો પૂર્ણ ક્ષય કરી શકે છે. આ કાર્યથી જીવ પરમાર્થ શુદ્ધિ વધારવા સાથે વ્યવહારશુદ્ધિ પણ વધારે છે, અને આજ્ઞા, આજ્ઞા અને માત્ર આજ્ઞારૂપી સાથી દ્વારા આત્મિક, વ્યવહારિક અને નિશ્ચયનાં સર્વ સંકટોનો ત્યાગ કરે છે.
આજ્ઞામાર્ગની તેને સહાય મળી હોવાથી પોતાને મળેલી સફળતા કે પ્રાપ્તિ માટે તેને સંતોષ થતો નથી, બલ્લે તેને વધારે તીવ્ર લાભ થાય છે. આ તીવ્ર બળવાન અપૂર્વ પરમાર્થ લોભ તેને અન્ય કષાયો કરતાં બચાવે છે; અને તે અતિ સહેલો, સરળ અને સુગમ ભક્તિમાર્ગ એકધારો સેવી શકે છે. ભક્તિમાર્ગ ભક્ત માટે અતિ સુંદર, સહેલો અને સરળ માર્ગ છે. પણ સ્વચ્છંદી કે મનસ્વી જીવ માટે એટલો જ, અતિ દુષ્કર માર્ગ છે. જે ભક્ત છે તે આ માર્ગને સહજતાથી આજ્ઞાધીનપણે એવી શકે છે. ભક્તિમાં જ્યારે આજ્ઞા ભળે છે ત્યારે એ જીવ લોભરૂપ અવગુણને ગુણગ્રાહકપણાના સગુણમાં બહુ સહેલાઈથી પરિણમાવે છે. ગુણગ્રાહકતા જેવો અતિ ઇચ્છનીય ગુણ પ્રગટાવવો કેવી રીતે?
ગુણગ્રાહકતાની ખીલવણી અન્ય બે ગુણો પર આધારિત છે. તે છે વિનય અને આભાર. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ માટે વિનયાભારનું આજ્ઞાચક્ર અનિવાર્ય છે. સંજ્ઞા આવ્યા પછી જીવ માટે વિનય અને આભાર એ બે ભક્તિમાર્ગના મુખ્ય પાયા છે. આ બે પાયા આત્માને પરમાત્મા બનાવવા માટે સર્વોત્કૃષ્ટ શુદ્ધિ આપે છે તે કઈ રીતે?
વિનય એ પોતાની અલ્પતા અને દાતારની મહત્તાની કબૂલાતથી ઉપજતી જીવની સહજ આત્મિક ચેષ્ટા છે. વિનય ગુણમાં જીવ શુદ્ધિના લોભને પ્રાધાન્ય આપી, પ્રાપ્ત થયેલી સર્વ શક્તિ અને સિદ્ધિ પ્રત્યેનો ઐહિક માનભાવ ત્યાગે છે. તે વિનમ્ર ચિત્તથી પ્રાર્થના પ્રેરિત પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ અને ધ્યાનમાં અપૂર્વ આરાધનને કલ્યાણના પરમાણુના સાથ દ્વારા માગે છે. આ વિનંતિને લીધે જીવને કલ્યાણનાં યોગ્ય પરમાણુઓ શ્રી પંચપરમેષ્ટિ ભગવંત પાસેથી મળે છે. જેનાં ઉપયોગથી એ કર્મપ્રેરિત
૨૩૯