________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
ભાવને જાળવી રાખે છે, તેને છોડતો નથી. તેથી અંતરાય કર્મ સર્વ કર્મનાં બંધન સાથે સંબંધ ધરાવે છે. જે સમયે જીવ વિભાવમાં હોય છે તે સમયે તે પોતાને આત્માથી વિમુખ કરે છે, અને તે રીતે તે સતત અંતરાય બાંધતો રહે છે.
આ બીજી અપેક્ષાથી વિચારીએ ત્યારે જણાય છે કે જીવ જ્યારે વિભાવમાં જાય છે ત્યારે તે પોતાના આત્માને તેના સહજ સ્વરૂપથી તત્કાલ વંચિત કરે છે. તેથી વિભાવ કરતી વખતે જીવ અંતરાય કર્મ બાંધવા સાથે કર્મની મૂળ સાત કે આઠ પ્રકૃતિનો બંધ કરે છે. કર્મના આ બંધારણને કારણે આત્મા પરોક્ષ રીતે પોતાનાં સ્વરૂપથી વંચિત થાય છે, તેથી ફરીથી નવી અંતરાય તે બાંધે છે. આમ પ્રત્યેક કર્મની બાહ્ય રૂપરેખા (broad outline) આ જાતની થાય છે.
આત્મ પ્રદેશ
અંતરાય કર્મની પહેલી પ્રકૃતિ વિભાવ પ્રેરિત અંતરાય
2 સુખ બુદ્ધિનું કવચ
- આઠમાનું કોઈ એક કર્મ
|
અંતરાય કર્મની બીજી પ્રકૃતિ – ઘાતી કર્મના આધારે બંધાતા અઘાતી કર્મ પર બેસતું – કર્મ પ્રેરિત અંતરાય કર્મ
|
આ આકૃતિ પરથી સ્પષ્ટ થશે કે કોઈ પણ કર્મબંધન વખતે વિભાવ પ્રેરિત અંતરાય કર્મ (અંતરાય કર્મની પ્રથમ પ્રકૃતિ) સાથે સાથે સુખ બુદ્ધિનું કવચ હોય જ છે. અને તેના પર મૂળ કર્મ છવાય છે. આ મૂળ કર્મ પર અંતરાય કર્મની બીજી પ્રકૃતિ – કર્મ પ્રેરિત અંતરાય કર્મ સ્થપાય છે.
૨૩૭