________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
સંજ્ઞાના ઉપયોગથી જીવે ભૂત, વર્તમાન અને ભાવિની લાગણીઓ, ભાવો, ટેવોની ભેળસેળ વચ્ચે માર્ગની યથાર્થતા સેવવી પડે છે. આ બધામાં સંજ્ઞાના વિશેષ ઉપયોગને કારણે સમાનતા ઘટતી જાય છે. અને કંથવા જેવા મનના વિભિન્ન ભાવો પ્રમાણે એને માર્ગની સિદ્ધિ મળે છે, એટલે કે તેને માટે તેનાં મનના પ્રત્યાઘાત પ્રમાણે માર્ગમાં ભિન્નતાઓ વધે છે, જેથી એ માર્ગ અઘરા અને ગહન થતા જાય છે. પરિણામે વધારે પુરુષાર્થ હોવા છતાં ઓછું ફળ તેને મળે છે.
આ પરથી લક્ષમાં આવશે કે સંજ્ઞા એ ખૂબ ગૂંચવણભર્યો પદાર્થ છે. સંજ્ઞા મળતાં જ જીવ ભૂત, વર્તમાન અને ભાવિમાં ઉદયમાં આવનાર કર્મો માટે વર્તમાનમાં જ ભાવ કરવા લાગે છે. આ કાર્યથી શુદ્ધિના માર્ગોનું રૂપાંતર થાય છે. અસંજ્ઞીપણામાં જીવ માત્ર વર્તમાનમાં વર્તતા કર્મો વિશે જ ભાવ કરે છે, તેથી જીવની શુદ્ધિ માટે સંવર કરતાં નિર્જરા વધારે ઉપકારી બને છે. કેમકે જો એ જીવ નિર્જરાના ભાવમાં હોય તો તે વખતે તે આશ્રવના ભાવ કરી શકતો નથી. જીવને અસંજ્ઞીપણામાં એક ભાવ ચાલુ થાય તેમાં નિમિત્ત ફરે ત્યારે જ ફેરફાર થાય છે; તેથી જ્યારે તેનું નિમિત્ત ફરે છે ત્યારે જ ભાવમાં પલટો આવે છે.
આ પ્રમાણે સંજ્ઞા આવવાથી જીવનાં કર્મ બાંધવાનાં કારણો તથા શક્તિ ઘણાં વધી જાય છે. જીવ મળેલી શક્તિનો મોટાભાગે દુરુપયોગ કરી, કર્મો વધારી, સંજ્ઞીપણું ગુમાવી અસંજ્ઞી થઈ એકેંદ્રિયપણામાં પણ જઈ બેસે છે. સંજ્ઞા મેળવ્યા પછી વિરલા અલ્પ જીવો જ અનંત સુખ તથા અનંત શાંતિવાળી અમ્મલિત સિદ્ધિને અનંતકાળ માટે પ્રાપ્ત કરે છે. ધન્ય છે ! એ અલ્પ વિરલા જીવોના પુરુષાર્થને, એ જીવોનાં આંતરધ્યેયને! કે જે જીવો વીર્ય મેળવ્યા પછી પણ માત્ર શાશ્વત સુખનાં ધ્યેયને પ્રાધાન્ય આપી સર્વોત્કૃષ્ટ શુદ્ધિરૂપ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ માટે પરમાર્થ લોભી બને છે! આ વિરલા જીવો, અન્ય સર્વ જીવો કરતાં વિરુધ્ધ દિશામાં કેવી રીતે પુરુષાર્થ કરી શકે છે?
અંતરંગદૃષ્ટિ કરતાં સમજાય છે કે જેમ જીવને અતિ દુષ્કર એવું સપુરુષનું શુભ નિમિત્ત અસંજ્ઞીદશામાં પણ મળી રહે છે, એવી જ રીતે જ્યારે અસંજ્ઞીપણામાં
૨૩૫