________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
પરમાણુઓ ભક્તના ગુણગ્રાહીપણા સાથે સેતુ બાંધે છે; અને ભક્તને ગુપ્ત ગુણોનાં દર્શન કરાવે છે. શુભ દર્શન થવાથી ભક્ત પોતામાં ઉત્પન્ન થયેલા વીર્યનો ઉપયોગ,
આ ગુણોની પ્રાપ્તિની માંગણી કરવામાં વાપરે છે. આમ આ ભક્ત સહજતાએ આ અકલ્પ્ય ગુણોની માંગણી કરે છે. આ માંગણી થવાથી બંધાયેલો સેતુ વધારે મજબૂત બને છે, તેથી આરાધ્યદેવનાં કલ્યાણનાં પરમાણુઓ વેગથી ભક્તને આરાધ્યની નજીક લાવે છે.
ભક્ત જ્યારે આ ચમત્કારરૂપ ગુણોની પ્રાપ્તિ પોતાનામાં જુએ છે ત્યારે તેને
સ્પષ્ટતાથી લક્ષ થાય છે કે એ પ્રાપ્તિ સ્વતંત્ર રીતે કરવી હોય તો પોતાનાં ગજા બહા૨ની વસ્તુ છે, માટે આ પ્રાપ્તિ કરાવવાનો યશ માત્ર આરાધ્યદેવને જ જાય છે. આ સમજણથી એ ભક્ત સહેજે આભારરૂપ અહોભાવના ભાવ આરાધ્યદેવ માટે વ્યક્ત કરે છે. આવા અહોભાવના વેદનથી ભક્ત સહજતાએ પાંચ મહાવ્રતનું પાલન સૂક્ષ્મતાએ કરવા લાગે છે. તે કઈ રીતે થાય છે તે સમજીએ.
જીવ કે ભક્ત જ્યારે આરાધ્યદેવ માટે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે ત્યારે તે સાહજિકતાથી આરાધ્યદેવના ઉપકારને યોગ્ય મહત્તા આપે છે. તે કારણથી એ જીવ આરાધ્યદેવને ઉપકાર કરવા માટે કાર્યસિદ્ધિનો હેતુ ગણે છે, અને એ દ્વારા આરાધ્યના ઉપકારને યોગ્ય રીતે યશ આપી, આરાધ્યદેવની ભાવ અહિંસામાં તત્પર બને છે.
આભારના આવા ઉત્તમ ભાવના વેદનથી ભક્ત આરાધ્યદેવની જે સહાયતા મળી તેનો આત્માથી એકરાર કરે છે, અને એ રીતે તે સત્ય વ્રતનું પાલન કરે છે.
વળી, ભક્તે કાર્યસિદ્ધિ કરવા માટે આરાધ્યદેવ પાસેથી જે કલ્યાણનાં પરમાણુઓ મેળવ્યાં હોય છે, કલ્યાણકાર્યનો આભાર માની જીવ પોતાની શક્તિ અનુસા૨ આ આરાધ્યદેવનાં કાર્યનો જયજયકાર કરે છે. જયજયકારના ભાવને વેદવા માટે તેણે પુદ્ગલની સહાય લેવી પડે છે. આરાધ્યદેવનો આભાર માનવાની ક્રિયાથી તેણે જે પુદ્ગલનાં પરમાણુઓ ગ્રહણ કર્યાં છે, એ જ પુદ્ગલ પરમાણુઓને આભારનાં પુદ્ગલ પરમાણુરૂપે તે પાછાં વાળે છે. આ રીતે એ જીવ પુદ્ગલની ચોરી કરતાં બચી
૨૩૩