________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
ઉત્તમતાએ સંવર કરી શકે છે, જેના આધારે વિહાર અને નિહાર પણ ઉત્તમ કરાય છે. આમ સંજ્ઞા આવવાથી જીવનો પુરુષાર્થ નિર્જરા પ્રેરિત પુરુષાર્થમાંથી ફેરવાઈને સંવર પ્રેરિત પુરુષાર્થ થતો જાય છે. તેનાં ફળમાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ મળે છે.
ભક્તિ જીવના વિકાસમાં કેવું અદ્ભુત કાર્ય કરે છે તે સમજ્યા પછી નક્કી થાય છે કે ભક્તિ એ પરમ વિનયવંત, પરમ યાચક અને પરમ શ્રદ્ધાળુ આત્માની, તેના આરાધ્યદેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે વિશાળતા વ્યક્ત કરતી; અહોભાવથી નીતરતી, મનોયોગ, વચનયોગ અને કાયયોગથી ઉત્પન્ન થયેલી એવી આત્માની વિચારણા, વાણી અને આચરણા છે. ભક્તિ મુખ્યતાએ બે સાધનો પર આધાર રાખે છે: પ્રાર્થના અને આભાર.
ભક્તિની પહેલી ભૂમિકામાં ભક્ત તેના આરાધ્યદેવ પાસે એમના ગુણોથી આકર્ષાઈને એ ગુણોની પ્રાપ્તિ કરાવવા યાચના કરે છે. આ ગુણો મેળવવાની ક્રિયા કરવા ભક્તમાં ક્યા ગુણો પ્રારંભિક દશામાં હોવા ઘટે?
પ્રાર્થના યોગ્ય રીતે કરવા માટે ભક્તમાં પહેલવહેલું ગુણગ્રાહીપણું પ્રગટવું જોઇએ. જે જીવને માત્ર દોષ જોવાની જ ટેવ હોય તે ક્યારેય ઉચ્ચ કક્ષાનો ભક્ત બની શકતો નથી. દોષ દૃષ્ટિને વિદાય કરવાથી જ ઉત્તમ ભક્તના ગુણો જીવમાં ખીલવા લાગે છે. સાચો ભક્ત ગુણોનો પ્રેમી હોય છે, તેથી ગુણોને મેળવવા માટે ભક્ત ચારેકોર પોતાની દૃષ્ટિ ફેરવતો રહે છે. ગુણો પર દૃષ્ટિ એકાગ્ર કરનાર ભક્ત સહજતાએ પોતાનાં અંતરાય કર્મ તોડતો જાય છે, અને આત્મિક ગુણોને ધૃવકાંટો બનાવનાર ભક્ત સંસારની સુખબુદ્ધિ ક્ષીણ કરતો જાય છે. અને તેમ કરવામાં તેને શ્રી સદ્ગુરુની સહાય નિરંતર મળતી રહેતી હોય છે.
પુણ્યના અપૂર્વ યોગથી તથા ઉદયથી જીવને પૂર્વના ઋણાનુબંધી એવા પરમ કલ્યાણસ્વરૂપ સદ્ગુરુનો ભેટો થાય છે ત્યારે તે જીવ ગુરુનાં મુખમુદ્રા પર, વચનમાં અને સમાગમમાં તે ગુણોને નીતરતા – ફેલાતા જોઈ શકે છે. ગુણગ્રાહીપણાના પોતાના ગુણની સહાયથી તે જીવ સદ્ગુરુના ગુણોથી આકર્ષાઈ તેમની પાસે જવા સહજતાએ
૨૩૧