________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
અપકારથી મળવા છતાં, ભક્તિરૂપી પ્રેમનો સાગર જીવને ફરી ફરી શાંતિ, તેજ તથા દિવ્યતાનું પાન કરાવે છે, કે જેથી તેનો લાભ લઈ જીવ ફરીથી નીચે ઉતરવાનું કુકર્મ ન કરે. ભક્તિ જો એક મુંગા, ગંગા, આંધળા અને બહેરા નપુંસક એકેંદ્રિયને આટલી ઉપકારી બને છે તો તે ભક્તિ, ભક્તિના શરણે જનાર સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યને કેટલી વિશેષ ઉપકારી થાય તે વિચારણીય છે.
સંજ્ઞીપણું આવ્યા પછી ભક્તિ, ઉપાદાનને નિમિત્ત મળે તે માટે તૈયાર કરે છે. ઉપાદાન એટલે જીવની પાત્રતા કે યોગ્યતા. ઉપાદાન જીવમાં રહે છે, તે અનાદિકાળથી અંતરંગ જીવને નિમિત્તને આધીન પરિણમતો રખાવે છે. જો નિમિત્ત શુભ અથવા શુધ્ધ હોય તો તે શુભ ઉપાદાનનું કારણ બને છે, અને અશુભ નિમિત્તમાં જીવનું ઉપાદાન અનિચ્છનીય થઈ જાય છે. જીવનું ઉપાદાન ધારો કે નિમિત્ત કરતાં નબળું છે, તો પણ ભક્તિના આશ્રયથી, પ્રભુને સોંપણી કરવા દ્વારા તે નિમિત્તનાં પુગલ પરમાણુઓમાંથી આજ્ઞારસ ખેંચે છે; અને આજ્ઞારસને જીવમાં ઝરાવે છે. આ આજ્ઞારસથી જીવનું ઉપાદાન શુભ અથવા શુધ્ધ નિમિત્તને ઝીલવા યોગ્ય બને છે.
આ પ્રક્રિયા પર વિચાર કરવાથી સમજાયું હશે કે ભક્તિનાં માધ્યમથી જીવને રુચક પ્રદેશ મેળવવાથી માંડીને પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞાની પ્રાપ્તિ થાય છે. ઉપરાંતમાં શુભ નિમિત્તોની ભક્તિથી એની ઇન્દ્રિયો સતેજ, તેજસ્વી તથા વીર્યવાન થતી જાય છે. એનો અર્થ એ થયો કે ભક્તિ એ સર્વ માર્ગોમાં સહજ, સરળ અને સુગમ માર્ગ છે; કારણ કે આ ભક્તિમાર્ગની સમજણ તથા આરાધના અતિ અતિ વીર્યહીન એવા એકેંદ્રિય જીવને પણ મળી શકે છે.
સંજ્ઞા મળ્યા પહેલાં જીવ નિમિત્તને આધીન થઈ કર્મની નિર્જરા કરે છે, કર્મબંધ પણ નિમિત્તાધીન બની કરે છે. એટલે કે કર્મની નિર્જરા કરતી વખતે તે પુદ્ગલનો આહાર અને નિહાર કરે છે. અસંજ્ઞીને નિમિત્તો તેનાં પૂર્વકર્મ અનુસાર મળે છે. અને કર્મની નિર્જરા મળેલા નિમિત્તની વર્તમાન અસરથી થાય છે. આમ જીવ પુદ્ગલનો આહાર પૂર્વકૃત કર્મના ભોગવટાથી કરે છે અને નિહાર વર્તમાન નિમિત્તને આધીન
૨ ૨૯