________________
કેવળી પ્રભુનો સાથ
જાય છે. જેટલાં અંશે આભાર માનવાની પ્રક્રિયા શુધ્ધ થાય તેટલા અંશે ચોરીની અલ્પતા થાય છે.
યોગ્ય આભારભાવ વેદવા માટે તે ભક્ત સ્વરૂપની શાંતિ અને સ્થિરતામાં સ્થિત થવું અનિવાર્ય થાય છે; તેથી આભારભાવ વેદતાં ભક્ત સહજતાએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે.
ભક્ત આભારભાવ માણતી વખતે જેટલા અંશે તે અચોર્યવ્રત પાળે છે, તેટલા અંશે તે સહજતાએ અપરિગ્રહવ્રતનું પાલન કરે છે. કારણ કે જે કલ્યાણનાં પરમાણુઓ તે રહે છે અને એ જ સમયે તે પરમાણુઓને આભારનાં પુદ્ગલ પરમાણુરૂપે પાછા વાળે છે.
આ સમજણ પર વિચારણા કરતાં સ્પષ્ટ સમજાશે કે ભક્ત જ્યારે માત્ર શુદ્ધ ભક્તિમાં જ રહે છે ત્યારે તે સહજતાથી સૂક્ષ્મતાએ પાંચ મહાવ્રતનું પાલન કરી શકે છે.
ભક્તિમાર્ગને સર્વ સમર્થ જ્ઞાનીઓએ સરળ, સુગમ અને સહજ માર્ગ કહ્યો છે. તેનું કારણ વિચારતાં સમજાય છે કે ભક્તિમાર્ગને તો જીવ અસંજ્ઞીપણાના એકેંદ્રિયપણાથી આરાધી શકે છે. આપણે જાણીએ છીએ કે અસંજ્ઞી જીવ સપુરુષના શુભ યોગથી જ આગળ પ્રગતિ કરી શકે છે. આ પ્રગતિ એટલે સંભવિત થાય છે કે, એ અસંશી જીવ સહજતાએ એ સપુરુષના શુભ યોગનો ભક્ત બની, પોતાના અશુભભાવને છોડી શુભભાવમાં આવે છે. આ બિનશરતી (unconditional) પરિવર્તન એ જીવની નિમિત્તાધીન ભક્તિને લીધે સંભવિત બને છે. જે માર્ગ જીવ અસંજ્ઞીપણામાં પણ, એકેંદ્રિયરૂપે પણ અનાદિકાળ પહેલાંથી સેવી શકે છે, તે માર્ગ સહજ, સરળ અને સુગમ હોય તે સમજી શકાય તેમ છે.
બીજી અપેક્ષાએ, અન્ય સર્વ માર્ગો જેવા કે જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ, યોગમાર્ગ આદિ સંજ્ઞીપણું મેળવ્યા પછી જ જીવથી સેવી શકાય છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે અન્ય સર્વ માર્ગોમાં (જ્ઞાન, ક્રિયા, યોગાદિ) જીવે સંજ્ઞાનો ઉપયોગ વધારે કરવો પડે છે.
૨૩૪