________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
ત્યાગતો જાય છે. પરિણામે તેને પંચપરમેષ્ટિ ભગવંતના ઉત્તરોત્તર ઉચ્ચ પરમાણુઓ મળવા સાથે તેમનામાં રહેલું ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ આજ્ઞાધીનપણું પણ મળતું જાય છે. એમાં તે આજ્ઞાધીનપણાની શાંતિ વેદે છે તેમ જ માણે છે.
મળતી શાંતિની મહત્તા સમજાતાં જીવ કર્મ સામેનું લક્ષ ત્યાગી વધુ ને વધુ ગુણગ્રાહી થતો જાય છે, ગુણ ગ્રહણ કરવા પ્રતિ તે પોતાનું લક્ષ કેંદ્રિત કરતો જાય છે. એના થકી તેને સર્વોત્કૃષ્ટ શુદ્ધિ તેમજ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થતાં જાય છે. આવી સર્વોત્કૃષ્ટ શુદ્ધિ તથા સિદ્ધિ મેળવી તે આત્મા સિદ્ધભૂમિમાં સ્થિર થાય છે.
શ્રી સિદ્ધ ભગવાનનો આત્મા સદાકાળ માટે સિદ્ધભૂમિમાં અનંતજ્ઞાન, અનંત દર્શન, પરમ સ્વરૂપની વેદકતા, યથાખ્યાત ચારિત્ર, અરૂપીપણામાં અગુરુલઘુ ગુણ સાથે અક્ષય અને અડોલ સ્થિતિમાં સ્વરૂપ સુખનો કર્તાભોક્તા બની ચેતનઘન સ્વરૂપે સ્થિર રહે છે. આ અદ્ભુત દશાને મેળવવા માટે જીવે શું પુરુષાર્થ કરવો જોઈએ? એ છે આ પ્રકરણનો વિષય “સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.' અહીં શુદ્ધિ એ કાર્ય કે કારણ છે અને સિદ્ધિ એનો પ્રત્યાઘાત કે પરિણામ છે. જ્યાં કાર્યકારણ સર્વથી ઉત્કૃષ્ટ હોય ત્યાં પરિણામ પણ સર્વથી ઉત્કૃષ્ટ હોય. જ્યાં શુદ્ધિ આત્મિક છે ત્યાં સિદ્ધિ પરમાર્થિક છે.
અહીં આપણને સ્વાભાવિક રીતે જ જાણવાની જિજ્ઞાસા થાય કે આત્મિક શુદ્ધિ અને સર્વોત્કૃષ્ટ શુદ્ધિ વચ્ચે શું ફરક છે? તેમજ પરમાર્થિક સિદ્ધિ અને સર્વોત્કૃષ્ટ સિદ્ધિ વચ્ચે શું તફાવત છે?
કરુણાવંત પ્રભુ આપણને યોગ્ય ભક્ત બનાવવા પરમ જ્ઞાનદાન આપે છે. એ જ્ઞાનદાનને ઝીલવા યોગ્ય બનવા અમને યોગબળ, વીર્ય અને ચારિત્રની વિશુદ્ધિ આપો એ જ પ્રાર્થના છે.
આત્મિક શુદ્ધિ એટલે આત્માને તેના પર લાગેલા કર્મનાં પરમાણુઓથી છોડાવવો. આત્મિક શુદ્ધિમાં જીવ સાનુકૂળ સંજોગોની ઇચ્છામાં પ્રતિકૂળ સંજોગોનો વિયોગ કરવાનો પુરુષાર્થ આદરે છે. આ પ્રક્રિયાનો સૂક્ષ્મતાએ અભ્યાસ કરતાં
૨૪૧