________________
કેવળી પ્રભુનો સાથ
સંજ્ઞા મળ્યા પછી, જીવમાં સમર્થતા આવ્યા પછી, ભક્તિ માતાની જેમ (નિસ્પૃહ સપુરુષ, જ્ઞાનીપુરુષ, તીર્થંકરપ્રભુ, કેવળ પ્રભુ આદિની જેમ) નિસ્પૃહ બની જીવને સ્વતંત્રતા આપે છે. જીવને મળેલી સ્વતંત્રતાનો સદુપયોગ કે દુરુપયોગ કરવા ભક્તિ બોધતી નથી, તે પોતાનું વર્ચસ્વ પછીના એક સમય માટે પણ રાખતી નથી, એટલું જ નહિ પણ પોતે પૂર્વમાં કરેલા ઉપકારને પણ યાદ કરાવતી નથી. તે વીતરાગ અને નિસ્પૃહ પ્રેમભાવથી જીવને સાવ સ્વતંત્ર રહેવા દે છે.
સંજ્ઞીપણામાં સ્વતંત્રતા આવ્યા પછી જીવ તે સ્વતંત્રતાને સ્વજનિત વીર્ય સમજી, એના પર માનરૂપી મોહના પડળનો જમાવ કરે છે, કરાવે છે અને અનુમોદે છે. તેની સાથે સંસારની કૃત્રિમ તથા ક્ષણિક શાતાને સહાયક બને તેવો રસ્તો ગ્રહણ કરે છે. જેના પરિણામે જીવ ભક્તિના અને પુરુષના અનંત અકથ્ય ઉપકારને ભૂલી જઈ, મહાબળવાન અશુભ કર્મનો કર્તા બને છે. આ ભયંકર કર્મને ભોગવવા જીવ ફરીથી સંજ્ઞા ગુમાવી બેસે છે, એક પછી એક ઇન્દ્રિય ગુમાવતો જાય છે, અને છેવટે નપુંસક એકેંદ્રિય થઈ જાય છે. ત્યાં અસહ્ય વેદનાને ભોગવતો ભોગવતો તે હીનવીર્ય બની જીવે છે. તે બેહરો, આંધળો, નાક વગરનો ગુંગો અને મુંગો થઈ જાય છે. આવા હીનવીર્ય થવાને લીધે તથા માર્ગપ્રાપ્તિની અતિ અલ્પતા થઈ હોવાને લીધે તેણે ફરીથી આગળ વધારે એવા ભક્તિમાર્ગના સેતુની પ્રાપ્તિ માટે રાહ જોવી પડે છે. સાથે સાથે એ ભક્તિરૂપ મહામાર્ગના પ્રાણેશ્વર એવા પરમ શ્રી સપુરુષના શુભ નિમિત્તની પણ રાહ જોવી પડે છે. આવી અસહાય સ્થિતિમાં અનંતકાળ સુધી રહ્યા પછી જ્યારે તેને વીતરાગી પ્રેમના સાગર રૂપ પરમ ભક્તિની ફરીથી પ્રાપ્તિ થાય છે ત્યારે તે જીવને ફરીથી આગળ વધારે છે, ઇન્દ્રિયોની પ્રાપ્તિ કરાવે છે.
ઉપર જણાવેલા ક્રમથી આગળ વધી જીવ ફરીથી સંજ્ઞા પામવા જેટલો ભાગ્યશાળી થાય છે. સંજ્ઞાથી આવતી સ્વતંત્રતા મળતાં જ મોટાભાગે જીવ માનરૂપી શત્રુનો સહારો લઈ વારંવાર પતન પામી, તે જીવ નિ:સહાય એકેંદ્રિય બનતો રહે છે. આવી ચડઊતર જીવ અનંતવાર કરે છે. અર્થાત્ ભક્તિના અવર્ણનીય ઉપકારને વિસરી જઈ તે ભક્તિની વિરાધના વારંવાર કરતો રહે છે. આમ અનંતવાર ઉપકારનો બદલો
૨૨૮