________________
કેવળી પ્રભુનો સાથ
નથી. વળી, ગુરુનો ઉઘાડ જેટલો વધારે થાય એટલો સાધકનો આભારભાવ વધારે થાય છે. જે સાધકની સુખબુદ્ધિનો ક્ષય વધારે તીક્ષ્ણતાથી કરાવે છે; અને સાધકને વિનયની ઊંચી શ્રેણિ પર જવા પ્રેરણા આપે છે.
સાધકને જ્યારે ભક્તિનો આ પ્રકારનો અનુભવ થાય છે, ત્યારે તેને ભક્તિમાર્ગ માટે ખૂબ અહોભાવ આવે છે. અને વર્તમાન અવસ્થા સુધી તેને પહોંચાડવામાં ભક્તિનો કેટલો મહત્ત્વનો અને અમૂલ્ય ફાળો છે તેની જાણકારી મળતા, સાધકનું મસ્તક આપોઆપ ભક્તિ સમક્ષ મૂકી પડે છે. અને તે અહોભાવભરી વાણીમાં ભક્તિએ કરેલા ઉપકારને બિરદાવે છે,
“હે ભક્તિ! હું તને વંદન કરું છું. તારાં નિસ્પૃહતા અને અડોલ પ્રેમને પણ વંદન કરું છું. તે નિત્યનિગોદમાં જ્યારે હું સૂકમ એકેંદ્રિય રૂપે હતો ત્યારે પણ ઉત્તમ તીર્થંકર પ્રભુના આત્માનાં શુભ તથા શુદ્ધ નિમિત્તો સાથે એકરૂપપણું કરાવ્યું હતું. મને નવાઈ લાગે છે કે તીર્થંકર પ્રભુનો પરમોત્તમ આત્મા મારા ઉત્કૃષ્ટ મલિન જીવમાં પ્રવેશ્યો કેવી રીતે? આ બાબત શ્રી પ્રભુએ અવર્ણનીય કૃપા કરી મને સમજાવ્યું કે, તેમનાં દરેક કલ્યાણક વખતે મેં ભક્તિરૂપી સાગરનાં જલબિંદુનું પાન કર્યું હતું. જેનાથી મને આખો સાગર મળી ગયો. એ બિંદુ ભક્તિરૂપી સાગરમાં બિંદુરૂપ જ હતું, તેથી તે વખતે મેં ‘સાગરમાં બિંદુ અને બિંદુમાં સાગર” એ ઉક્તિનો પહેલવહેલો અનુભવ નિત્યનિગોદમાં રહ્યા રહ્યા, પ્રભુનાં પ્રત્યેક કલ્યાણક વખતે ર્યો હતો. શ્રી તીર્થંકર પ્રભુની કરુણા અકથ્ય છે. એમનું એક પક્ષીય નિમિત્ત જો કાર્યકારી બને તેમ હોય તો તેઓ નિત્યનિગોદના સર્વ જીવોનો એક એક પ્રદેશ પ્રત્યેક કલ્યાણક વખતે ખોલી નાખે. પરંતુ તેઓ પોતાના ભાવ કોઈ પણ જીવ ઉપર બળજબરીથી લાદતા નથી કે ઠાંસતા નથી. તેઓ પોતાનો ઉત્તમોત્તમ ભાવ, ‘સર્વ જીવ છૂટો ને બિંદુમાં સાગરરૂપે સમાવી દે છે. અને નિત્યનિગોદના જે જીવને આ શુભ તથા શુદ્ધ નિમિત્ત પ્રત્યે એક સમય માટે ભક્તિ ઉપજે છે, તે સર્વ જીવોમાં શ્રી તીર્થંકર પ્રભુની આજ્ઞારસ
૨૨૬