________________
કેવળી પ્રભુનો સાથ
થઈ કરે છે. આ રીતે આહાર કે નિહાર માત્ર એક કાળના જ પ્રભાવમાં હોય છે, કાં પૂર્વકાળ અથવા તો વર્તમાનકાળ; તેથી તેના ભાવ ફરવાની ક્રિયા અસંખ્યાત સમયના આંતરે બને છે; ભાવમાં થતો ફેરફાર જીવ ભાગ્યે જ સમજી શકે છે, અને સમજે તો પણ અતિ અતિ સામાન્ય કક્ષાથી, આથી તેનો વિશેષ પુરુષાર્થ ભાર નિર્જરા કરવા પર રહેતો હોય છે.
સંજ્ઞા આવ્યા પછી આ પ્રક્રિયા ઘણી સૂક્ષ્મ થાય છે. સંજ્ઞાના પ્રભાવથી જીવ તરત જ ભૂત, વર્તમાન અને ભવિષ્યનાં પુગલને ગ્રહણ કરી શકે છે. એટલે કે જીવ ત્રણે કાળના ભાવથી આહાર ગ્રહણ કરી શકે છે. સાથે સાથે સંજ્ઞાના સાથથી જીવમાં પુદ્ગલનો વિહાર કરાવવાની શક્તિ પણ આવે છે. વિહાર કરાવવો એટલે થયેલી કર્મરચનામાં ફેરફાર કરવો. વિહાર કરાવવાની શક્તિ આવવાથી જીવમાં આહાર, વિહાર તથા નિહારને લગતા ઘણા ઘણા ભાંગા (permutations and combinations) ઉત્પન્ન થાય છે. આહાર વિહાર પ્રેરિત હોઈ શકે, નિહાર પ્રેરિત હોઈ શકે કે આહાર પ્રેરિત પણ હોઈ શકે. એ જ રીતે નિહાર તથા વિહારમાં પણ બનતું આવે છે. આ બધાં પ્રકારની પર્યાયમાં જીવનું ભોકતાપણું અલગ અલગ હોય છે. આવી ઘણી બધી પ્રક્રિયાઓ સંખ્યાત સમયમાં પરિવર્તન પામે છે, અને જીવને તો અસંખ્યાત સમયવર્તી જ જ્ઞાન હોય છે, તેથી તેને લાગે છે કે તે એક સાથે ઘણા બધા ભાવ ભાવે છે. આ બધા વિવિધ ભાવોમાં ઉપયોગ રાખી તેની યોગ્ય રીતે નિર્જરા કરવી તે ખુબ દુષ્કર કાર્ય છે. અને એ કાળની જીવની શક્તિ પ્રમાણે તે અસંભવ જેવું છે. તેથી શ્રી પ્રભુએ યોગ્ય રીતે જ બોધ્યું છે કે શક્તિ ન આવે ત્યાં સુધી નિર્જરા કરવા કરતાં સંવર કરવા પર લક્ષ આપવું.
સંવર પર વિશેષ લક્ષ કેંદ્રિત કરવાથી અપેક્ષાએ ઉત્તમ પ્રકારનો સંવર જીવ કરી શકે છે. જો સંવર ઉચ્ચ કક્ષાનો હોય તો આહાર પણ ઉત્તમ પ્રકારનો મળે. ઉત્તમ આહાર મળતાં ઉત્તમ વિહાર થઈ શકે છે, કેમકે ઇન્દ્રિય અને સંજ્ઞા ઉત્તમતાએ પ્રવર્તી શકે છે. ઉત્તમ વિહાર થવાથી નિહાર પણ ઉત્તમ થાય, જેના થકી સહજતાએ જીવ કર્મથી નિવૃત્ત થાય છે. બીજી બાજુ, અસંખ્યાત સમયવતી જ્ઞાન હોવા છતાં જીવ
૨૩)