________________
કેવળી પ્રભુનો સાથ
વ્યવહારનયથી સમજાવતી વખતે ૮ સમયની દેહાત્માની ભિન્નતાથી શરૂ કરી પાંચ મિનિટ સુધીની શૂન્યતા માટે શ્રી કેવળીપ્રભુનો સાથ કહ્યો છે, કેમકે આ કાર્ય મુખ્યતાએ તેમનાથી થતું આવ્યું છે. પરંતુ જે જે સત્પરુષો મહાસંવરના માર્ગમાં આગળ વધતા હોય, અને આજ્ઞા પ્રેરિત, કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગમાં મૈત્રી પ્રેરિત વીતરાગતામાં જે જ્ઞાની ભગવંત રહ્યા હોય, તે જ્ઞાની ભગવંત આઠ સમયની ભિન્નતાથી આગળ વધવા માટે જીવને તરત જ પ્રત્યક્ષ સાથ આપી શકે છે. તેઓ આઠ સમયથી સંખ્યાત સમય સુધીના વિકાસ માટે મૈત્રી પ્રેરિત વીતરાગતામાં રહ્યા હોય ત્યારે આ સાથ આપી શકે છે. જીવને સંખ્યાત સમયની ભિન્નતાથી આગળ વધી અસંખ્યાત સમયની ભિન્નતા સુધીનો વિકાસ કરવા માટે આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગમાં રમતા, તથા કલ્યાણ પ્રેરિત વીતરાગતામાં રહ્યા છે એવા જ્ઞાનીઓ પણ પ્રત્યક્ષ સાથ આપી શકે છે. અસંખ્યાત સમયથી એક મિનિટ સુધીની ભિન્નતાનો અનુભવ કરવામાં કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગના આરાધક જ્ઞાનીઓ પણ પ્રત્યક્ષ સાથ આપી શકે છે. એક મિનિટથી ત્રણ મિનિટ સુધીની દેહત્માની ભિન્નતા વધારવા માટે સંવર પ્રેરિત મહાસંવર માર્ગમાં રહેલા જ્ઞાનીઓ પણ જીવને પ્રત્યક્ષ સાથ આપી શકે છે. અને ત્રણથી પાંચ મિનિટ સુધીની શૂન્યતા પામવા માટે જીવને મહાસંવર માર્ગના જ્ઞાનીઓનો સાથ પણ અનુકૂળ રહે છે. અર્થાત્ જેમ જેમ સાધકની આરાધન શક્તિ વધતી જાય છે તેમ તેમ તેને થોડી ઊતરતી કક્ષાના જ્ઞાનીઓનો સાથ પણ લાભકારી થતો જાય છે. બીજી રીતે કહીએ તો જીવની સાધના શક્તિ જેમ જેમ વધે છે તેમ તેમ તેને પ્રત્યક્ષ સાથ આપનારા જ્ઞાનીઓનો સમૂહ પણ મોટો ને મોટો થતો જાય છે. આથી મહાસંવરના માર્ગને શ્રી પ્રભુએ યોગ્ય રીતે ‘કેવળી પ્રભુનો સાથે” તરીકે ઓળખાવ્યો છે.
જે સત્પરુષો છઠ્ઠા સાતમા ગુણસ્થાને રમતા હોય છે, અને મહાસંવર માર્ગને આરાધતા હોય છે, તે સત્પરુષો પોતાનો પ્રત્યક્ષ સાથ ઇચ્છુકને ઘણો વહેલો આપી શકે છે. તેઓ ઘણી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા પહેલાં જ કલ્યાણકાર્ય શરૂ કરી શકે છે. આનું મુખ્ય કારણ એ છે કે મહાસંવરના માર્ગમાં કે એનાથી વિશુધ્ધ અન્ય મહાસંવરના
૨૨૨