________________
કેવળી પ્રભુનો સાથ
સાથથી જીવ એક પછી એક ઇન્દ્રિય મેળવતો જાય છે, તેમ કેવળ પ્રભુના સાથથી જીવ મિથ્યાત્વના ઉદયને તોડવાનો સમય વધારતો જાય છે.
‘વીતરાગના બોધ' ને સફળ થવા માટે મુખ્ય બે કારણો જવાબદાર છે. (૧) વીતરાગબોધના ધારક એવા પુરુષાદિ જ્ઞાની પુરુષોની કક્ષા અને (૨) વીતરાગના બોધને ધારણ કરનાર એવા પાત્ર જીવની કક્ષા. ઇચ્છુક જીવની કક્ષા જેટલી નબળી તેટલી વીતરાગના બોધના ધારક પુરુષની કક્ષા સબળી હોવી જરૂરી છે. જીવ જ્યારે નિત્યનિગોદમાં હોય છે ત્યારે માત્ર તીર્થકર પ્રભુનો આત્મા જ તેની શુદ્ધિ માટે કાર્ય કરી શકે છે. તેમાં પણ માત્ર તેમનાં કલ્યાણક વખતે જ તેમનો બોધ કાર્યકારી થાય છે. અને તે જીવ વિકાસ કરી પૃથ્વીકાયરૂપે સંસારનો આરંભ કરે છે. સંસારમાં તે સત્પરુષાદિની સહાયથી સંજ્ઞીપંચેન્દ્રિયપણા સુધી પ્રગતિ કરી અંતવૃત્તિસ્પર્શ કરવા યોગ્ય અર્થાત્ પરમાર્થની પહેલી પ્રગતિ કરવા યોગ્ય બને છે ત્યારે એ મહતું કાર્ય કરવા માટે શ્રી તીર્થકર પ્રભુના આત્મામાંથી નીકળતો કલ્યાણનો ધોધ અનિવાર્ય છે, પણ એ વખતે કલ્યાણક હોવું જરૂરી નથી, કેમકે, જીવની શક્તિ એટલી વધી હોય છે. અંતરવૃત્તિસ્પર્શ કરવાનું મુખ્ય કાર્ય મુખ્યતાએ સમવસરણમાં શ્રી પ્રભુની દેશના વખતે થાય છે. આમ સંસાર કે પરમાર્થના વિકાસનાં પહેલા પગથિયામાં શ્રી તીર્થંકર પ્રભુનો સાથ અનિવાર્ય છે. તે પછીનો આઠ સમયની દેહાત્માની ભિન્નતા સુધીનો વિકાસ, નિશ્ચયથી વ્યવહાર સમકિતની પ્રાપ્તિ, આઠ કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિ વગેરે જીવની શુદ્ધિ અમુક અંશે વધી હોવાથી શ્રી તીર્થંકર પ્રભુના સાથથી અન્ય સમયે પણ થઈ શકે છે, પ્રભુનું કલ્યાણક હોવું જરૂરી નથી. એટલે કે થોડી ઊતરતી કક્ષાના સંજોગોમાં પણ જીવની પાત્રતા વધી હોવાથી કાર્યસિદ્ધિ થઈ શકે છે. કેવળીગમ્ય પ્રદેશો મળ્યા પછી જીવ કેવળ પ્રભુનો સાથ મેળવવા માટે અધિકારી થઈ પોતાનું સુભાગ્ય વધારે છે.
આ બધાં ઉદાહરણો પરથી એ સ્પષ્ટ થશે કે સર્વ આત્મિક કાર્યસિદ્ધિ માટે દાતાર (વીતરાગના બોધને આપનાર), ઇચ્છુક (વીતરાગના બોધને સ્વીકારનાર) અને વાર્તાલાપનું માધ્યમ જરૂરી છે. ઇચ્છુકની શુદ્ધિ જેટલી વધારે તેટલી યોગ્ય દાતાર
૨૨૦