________________
કેવળી પ્રભુનો સાથ
આત્મપ્રદેશો સુધી પહોંચે છે. આમ એ જીવ મિથ્યાત્વના ઉદયને એક સમય માટે તોડે છે. મિથ્યાત્વના ઉદયનો એક સમય માટે થયેલો ક્ષય, એ વીતરાગ બોધરસ (અથવા આજ્ઞારસ) જીવના પ્રદેશના ઠેઠ અંતઃસ્થલ (અંતરંગ) સુધી પહોંચવાથી થયેલો હોય છે. તેથી જ્ઞાનીઓ આ સિદ્ધિને “અંતવૃત્તિ સ્પર્શ' કહે છે.
વીતરાગનો આ બોધરસ કે આજ્ઞારસ જ્યારે આઠમા રુચક પ્રદેશની બાજુના અશુધ્ધ પ્રદેશ પર સંચિત થવાથી માંડીને, આઠે રુચક પ્રદેશના બાજુના અશુધ્ધ પ્રદેશોને તરબોળ કરે છે ત્યારે એ જીવ ઉત્તરોત્તર મિથ્યાત્વના ઉદયને એક સમયથી વધી આઠ સમય સુધી રોકી શકે છે, આઠ સમય સુધી જીવથી અનુભવાતી દેહ આત્માની ભિન્નતા “નિશ્ચયથી વ્યવહાર સમકિત' તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયામાં જીવે એક જ તીર્થંકર પ્રભુ પાસેથી મળેલા પહેલા સાત ચક પ્રદેશ પાસેના એક એક અશુદ્ધ પ્રદેશ પર વીતરાગતાના બોધનો આજ્ઞારસ સંચિત કરવાનો હોય છે. માટે આ પ્રક્રિયા માત્ર તીર્થંકર પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓથી જ શક્ય થાય છે. આમ થવાનું બીજું કારણ એ છે કે એ વખતે જીવનો પોતાનો પુરુષાર્થ ઘણો ઘણો મંદ હોય છે કેમકે તે જીવને એક સમય જેટલા સૂક્ષ્મ કાળની જાણકારી હોતી નથી. એટલા માટે આ સિદ્ધિ મેળવવામાં એ જીવને શ્રી તીર્થંકર પ્રભુનાં બળવાન કલ્યાણનાં પરમાણુઓ સિવાય અન્ય કોઈ આત્માનાં કલ્યાણનાં પરમાણુઓ લાભકારી કે કલ્યાણકારી થઈ શકતાં નથી. વળી, પહેલા સાત ચક પ્રદેશો એક જ તીર્થંકર પ્રભુની કૃપાથી પ્રાપ્ત થયા હોય છે, એ જ પ્રમાણે એ પ્રદેશોની બાજુના એક એક અશુધ્ધ પ્રદેશ પર વીતરાગબોધરસનું સ્થાપન થવા માટે કોઇક એક તીર્થંકર પ્રભુની જ સહાય આવશ્યક છે. આમ, જેમ જેમ એક એક પ્રદેશ પર વીતરાગના બોધરસનું સ્થાપન થતું જાય છે, તેમ તેમ એ જીવ એટલા સમય માટે મિથ્યાત્વના ઉદયને તોડી શકે છે. આ સ્થિતિ જ્યારે આઠ સમય સુધી પહોંચે છે ત્યારે તે જીવ મિથ્યાત્વના ઉદયને આઠ સમય માટે અટકાવી શકે છે. તે વખતે તે જીવના આત્મામાં એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે કે તેના સર્વ રુચક પ્રદેશને એક એવા પ્રદેશનો સાથ મળે છે કે જે સત્ છે, સમ્યક્ છે, જેમાં વીતરાગનો બોધ સમાયેલો છે – તેથી એ દશાએ જીવે નિશ્ચયથી વ્યવહાર સમકિત મેળવ્યું ગણાય છે.
૨૧૮