________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
મેળવવામાં જીવનો પોતાનો પુરુષાર્થ તો ઘણો ઘણો અલ્પ હોય છે. મોટા ભાગનો મુખ્ય પુરુષાર્થ તો શ્રી તીર્થંકર પ્રભુનો જ હોય છે; જેના કારણે તે જીવોને ચક પ્રદેશની ભેટ મળે છે. પ્રત્યેક કલ્યાણક વખતે શ્રી તીર્થંકર પ્રભુ “વીતરાગના બોધ ને દોહરાવે છે. આ બોધનું એવું અદ્ભુત ઊંડાણ હોય છે કે એમનાં કલ્યાણક વખતે નીપજતાં કલ્યાણનાં પરમાણુઓના પ્રભાવથી, નિત્યનિગોદના અતિ અતિ અલ્પ પુરુષાર્થી જીવોનો એક એક પ્રદેશ એક એક કલ્યાણક વખતે નિરાવરણ થતો જાય છે. તે પરથી વિચારી શકાય કે આ ‘વીતરાગનો બોધ' સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યને કેટલો વિશેષ ઉપકારી થઈ શકે! પ્રત્યેક કલ્યાણક વખતે શ્રી તીર્થંકર પ્રભુના આત્માની શુદ્ધિ ચડતા ક્રમમાં હોય છે, તેથી તેમના “વીતરાગબોધ' નું શુધ્ધપણું તથા ઊંડાણ વધારે ને વધારે ઘટ્ટ તથા સઘન બનતું જાય છે. નિત્યનિગોદના જીવના ક્રમે કરીને આઠ પ્રદેશ શુધ્ધ થાય છે ત્યારે તેનું સંસારનું પરિભ્રમણ પૃથ્વીકાયથી શરૂ થાય છે. પછીથી તે જીવ જેવા સંજ્ઞી પંચેન્દ્રિય જીવના સંપર્કમાં રહે તેનાં પરિણામ ગ્રહણ કરી ગતિની ચડઊતર કર્યા કરે છે. આવા અનંતકાળનાં પરિભ્રમણ પછી સંજ્ઞીપંચેન્દ્રિયરૂપે તે જીવ “વીતરાગ બોધ' થી મોહાઈને શ્રી તીર્થંકર પ્રભુનાં સાનિધ્યમાં આવે છે ત્યારે, શ્રી વીતરાગનો બોધરસ જે તીર્થંકર પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓમાં સંચિત થયો હોય છે, તેના સંપર્કમાં આવે છે. આ રીતે બોધરસથી તર બનેલા કલ્યાણનાં પુગલ પરમાણુઓ જ્યારે એ જીવના આઠમા રુચક પ્રદેશની બાજુના અશુધ્ધ પ્રદેશ પાસે પહોંચે છે (આઠમો પ્રદેશ જે સિદ્ધાત્માના નિમિત્તથી ખૂલે છે તેના થકી તે જીવનું ભાવિ નિશ્ચિત થાય છે માટે). ત્યારે તે કલ્યાણનાં પરમાણુઓ પોતામાં સંચિત કરેલા વીતરાગના બોધરસને અશુધ્ધ પ્રદેશ પર ધારારૂપે નિર્જરાવે છે. એ ધારાના પ્રભાવથી તે નવમો પ્રદેશ આઠમા ચક પ્રદેશ સાથે અનુસંધાન કરે છે. આ આઠ રુચક પ્રદેશો અને નવમો અશુધ્ધ છતાં વીતરાગ બોધરસની ધારા સાથેનો પ્રદેશ એ જીવના એક સમયના મિથ્યાત્વના ઉદયને અધ:કરણ, અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણની પ્રક્રિયાથી એક સમય માટે સામર્થ્યવાન બની તોડે છે. એ વખતે એ બોધરસ આત્માના સર્વ પ્રદેશોમાં ફેલાઈ જાય છે. આ રસ શીત હોય છે, તે મિથ્યાત્વના થરની માત્ર એક સમય માટે ઉપશમ નિર્જરા કરી સર્વ
૨૧૭