________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
આશ્રવનો એક ભાગ, બીજા બે ભાગ પુદ્ગલનાં સંવ૨ અને નિર્જરા સામે બળવાન બની કાર્યકારી થાય છે. એનાથી સમજાય છે કે આત્માને શુધ્ધ કરવાની પ્રક્રિયા જીવ બે રીતે કરી શકે છે. (૧) પુદ્ગલને લક્ષમાં રાખી એ પુદ્ગલનાં સંવર તથા નિર્જરા વધારતા જઈ સહજાસહજ ગુણોના આશ્રવને થવા દેવો. (૨) ગુણોના આશ્રવનો મુખ્ય લક્ષ તથા પુરુષાર્થ રાખી, પુદ્ગલનાં સંવર તથા નિર્જરાને સહજાસહજ થવાં દેવાં.
પહેલા માર્ગમાં પુરુષાર્થનો મુખ્ય લક્ષ કર્મનો સંવર બને છે, અર્થાત્ કર્મને અનુલક્ષીને પુરુષાર્થ કરવામાં આવે છે. બીજા માર્ગમાં આત્માના ગુણોની વૃદ્ધિ કરવા પર લક્ષ રાખી પુરુષાર્થ કરવામાં આવે છે. આ બે ભેદથી બે મુખ્ય માર્ગ રચાય છે. ૧. સંવર માર્ગ. ૨. કલ્યાણ માર્ગ.
સંવરમાર્ગમાં જીવનો મુખ્ય હેતુ રહે છે કર્મનો સંવર કરવાનો, અને એ સંવરની પ્રક્રિયાથી કર્મની બળવાન નિર્જરા કરવાનો. કલ્યાણમાર્ગમાં જીવનો મુખ્ય હેતુ આત્માના ગુણોનો આશ્રવ વધારવાનો રહે છે. આ માર્ગમાં જીવને આત્મિક ગુણોની પ્રાપ્તિ થતી હોવાથી તેનાં અનુસંધાનમાં તેને ઉત્તમ સંવર તથા નિર્જરા થાય છે. સંવરમાર્ગમાં જીવે અનાદિકાળથી પડેલી પુદ્ગલનો આશ્રવ કરવાની ટેવને પુરુષાર્થથી નબળી પાડી, ઉત્તમ સંવર તથા નિર્જરા કરવાનો પુરુષાર્થ કરવાનો હોય છે. કલ્યાણમાર્ગમાં જીવે અનાદિકાળથી પડેલી પુદ્ગલનો આશ્રવ કરવાની ટેવને ગુણાશ્રવ કરવામાં પલટાવવાની રહે છે, તેથી તે માર્ગ વધારે સહજ, સરળ અને સુગમ અનુભવાય છે. આ માર્ગ એ ધોરી માર્ગ છે, ધુરંધર માર્ગ છે.
આટલી બધી સહજતા હોવા છતાં મોટાભાગના જીવો સંવરમાર્ગને જ આરાધે છે, તેનું કારણ શું હોઈ શકે? શ્રી પ્રભુ એ માટે આપણને સમજાવે છે કે કલ્યાણમાર્ગ ખૂબ સહજ અને સરળ છે તે સાચું છે, પરંતુ એ માર્ગની સિદ્ધિ કરવા માટે જીવે પહેલા પોતાના માનભાવને તોડવો પડે છે. માનભાવ તૂટે તો જ ગુણોનો આશ્રવ સહેલાઈથી અને સમર્થતાથી થઈ શકે છે. આ માન કષાય સંશી પંચન્દ્રિય મનુષ્યને સહુથી વધારે પીડે છે. જે ગતિમાં વિકાસ કરવાનો પુરુષાર્થ સૌથી વિશેષ સંભવે છે તે
૨૧૫