________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” શ્રી વીતરાગપ્રભુનો બોધ જો જીવ અવધારે અને પાળે તો તેના મોહનો નિઃસંશય ક્ષય થાય. મોહને તોડવાના માર્ગ તો ઘણા છે, પરંતુ શ્રી વીતરાગપ્રભુના બોધની સહાયથી જે મોહ તૂટે છે તેમાં જીવની ક્યાંય પણ ચૂક થવાનો અવકાશ નથી. માટે સફળ થવા માટે આ માર્ગે જીવે માત્ર એક જ વખત યથાર્થ પુરુષાર્થ કરવાનો રહે છે. એક વખતના વીતરાગબોધના આધારે યથાર્થ પુરુષાર્થ કરવાથી જીવ સાદિ અનંત કાળ સુધી મોહરૂપી રોગથી દૂર થાય છે – નિવૃત્ત થાય છે.
આવો અદ્ભુત વીતરાગબોધ કોણ આપી શકે? અલબત્ત, જે વીતરાગતાની ઉચ્ચ શ્રેણિએ વિરાજતા હોય તે જ પોતાના અનુભવજ્ઞાનને આધારે આ બોધ વહાવી શકે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે પ્રમાદરૂપી કર્મનાં કારણનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય કરવાથી જીવ વીતરાગતાનો અનુભવ કરી શકે છે. વીતરાગતા જીવને બે માર્ગથી મળે છે – (૧) વેરાગ્ય પ્રેરિત વીતરાગતા અને (૨) મૈત્રી પ્રેરિત વીતરાગતા.
વૈરાગ્ય પ્રેરિત વીતરાગતામાં જીવ કર્મના ક્ષય પ્રતિ લક્ષ રાખી, કર્મના આશ્રવને મંદ કરવાના ધ્યેય સાથે વીતરાગ સ્થિતિનો અનુભવ કરે છે. આ સ્થિતિને અનુભવવા માટે જીવે વૈરાગ્ય, ઉદાસીનતા અને વીતરાગતા એ ત્રણ પગથિયાંનો સાથ લેવો પડે છે, પહેલાં બે પગથિયાંમાંથી પસાર થયા પછી તે વીતરાગતાનો અનુભવ કરે છે.
મૈત્રી પ્રેરિત વીતરાગતામાં જીવ લોકકલ્યાણના ભાવને મુખ્ય રાખી, પ્રેમભાવની ઉત્કૃષ્ટતાએ પહોંચવા માટે તે વીતરાગતાને મુખ્ય પાયો બનાવે છે, અને કલ્યાણભાવનાં ધ્યેયથી જીવ વીતરાગતાની સ્થિતિને ભજે છે તેથી પહેલાં બે પગથિયાં તેના માટે ગૌણ બની જાય છે.
જે જીવ વીતરાગતામાં વસે છે તે જીવ નથી રાગ કરતો કે નથી વેષ કરતો. તે જીવ કષાયના ઉદયને એ જ કષાયમાં પરિણમાવે છે. આ સ્થિતિ વીતરાગતાની છે. આવી વીતરાગતા જીવ પહેલીવાર સાતમા ગુણસ્થાને અનુભવે છે. અપવાદરૂપે કોઈ વિરલા જીવ છઠ્ઠા ગુણસ્થાને વીતરાગતા અનુભવી શકે છે. સાતમા ગુણસ્થાનમાં
૨૧૩