________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
પ્રતિસમય એક લાખ પરમાણુ નિર્જરાવવા કે આશ્રવવા જેટલી થઈ ગઈ હોય તો, તે જીવ દશ હજાર સમયમાં બાંધેલાં કર્મને એક જ સમયમાં નિર્જરાવી શકે. આથી વિરુદ્ધ, જો એ જીવ એક સમયનો વિભાવ કરે તો તે એક સમયમાં લાખ પરમાણુનો આશ્રય કરે, બીજા સમયે વિભાવ કરે તો બીજા એક લાખ પરમાણુ વધી જાય. વળી, છબસ્થ અવસ્થામાં આત્માનું જ્ઞાન અસંખ્યાત સમયવતી હોય છે. માટે જ્યાં જીવને આશ્રવનો લક્ષ આવે ત્યાં તો એક લાખ x અસંખ્યાત સમય જેટલા પરમાણુઓનો આશ્રવ થઈ ગયો હોય. તેથી તે યોગની શક્તિને પૂર્ણતાએ નિર્જરા કરવામાં વાપરી શકતો નથી. જો તેની શક્તિ પ્રતિ સમય ૮૦,OOO પરમાણુ નિર્જરાવવાની થઈ હોય તો, નવાં કર્મ એક લાખ x અસંખ્યાત સમયનાં પરમાણુનાં નિમિત્તથી સંવર કરવા માટે જીવને માત્ર ૮૦,૦૦૦ પરમાણુ પ્રતિસમય રોકવાની શક્તિ મળે છે. તેથી આ નિર્જરા કરવા માટે જીવને ખૂબ તીક્ષ્ણતાવાળો અને તીવ્ર પુરુષાર્થ કરવો પડે છે. અથવા તો કોઈ સમર્થ આત્માનો સાથ લઈ એ સંવરની પ્રકૃતિને સાધ્ય કરવી પડે છે. આ રીતે જીવને નિર્જરા કરવા કરતાં સંવર કરવો વધારે દુષ્કર લાગે છે. તે દુષ્કરતા ઘટાડનાર છે ભક્તિ માર્ગ. ભક્તિનું યથાર્થ મહત્ત્વ સમજાતાં માર્ગની સરળતા સમજાતી જાય છે.
ભક્તિમાર્ગની મહત્તા અને પ્રભુનો બોધ આ ભક્તિને યથાર્થ સ્વરૂપે પ્રગટાવવાનું કામ કરે છે શ્રી વીતરાગ પ્રભુનો બોધ. આ બોધ જીવપર ક્યારથી કેવી અસર કરે છે, તેનાથી ભક્તિ કઈ રીતે ઉત્પન્ન થઈ વધતી જાય છે, અને આત્માને શુદ્ધિના માર્ગમાં કેવી રીતે દોરતી જાય છે તે જીવને સ્પષ્ટપણે સમજાતું જાય છે.
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.
શ્રી રાજચંદ્ર – આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા – ૧૦૨, ૧૦૩.
૨૧૧