________________
કેવળી પ્રભુનો સાથ
આગળ વધ્યા પછી જીવ પોતાના પુરુષાર્થ પ્રમાણે છઠ્ઠી ઉત્કૃષ્ટ ગુણસ્થાને પણ એ વીતરાગતાનો અનુભવ કરી શકે છે.
આ વીતરાગતામાં જીવને આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપનો લગભગ એક જ સમયે અનુભવ થાય છે. આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપનો એક સાથે થતો અનુભવ એ મહાસંવર માર્ગની પ્રથમ ભૂમિકા છે. મુખ્યતાએ સાતમાં ગુણસ્થાને આવ્યા પછી જીવ આ ભૂમિકામાં આવે છે. પરંતુ અપવાદરૂપે કોઈ જીવ આ પહેલા પણ આ ભૂમિકાએ આવી શકે છે.
ધર્મનાં અપૂર્વ આરાધનમાં નિશ્ચયનયથી ત્રણ ભાગ થાય છે; ગુણાશ્રવ, નવીન પુદ્ગલનો સંવર અને પુરાણાં પુગલની નિર્જરા. આ ત્રણ ભાગનું સક્રિયપણું એ રત્નત્રયની આરાધના જ છે. અને તેનો વ્યવહારનયથી વિચાર કરતાં એ ત્રણ ભાગ પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણરૂપ થાય છે. માટે સમર્થ જ્ઞાની મહાત્માઓએ આ વીતરાગતાની કેડીને શુદ્ધ કરવા માટે તથા પવિત્ર કરવા માટે આ ત્રણ ભાગ ઉપર પોતાનાં લક્ષને કેંદ્રિત કરવાનું ઉદ્ધોધન સહુ જીવને અનુલક્ષીને કર્યું છે.
આ ત્રણે વિભાગને વિશેષતાએ વિચારીએ. આત્માનો ગુણાશ્રવ, નવાં પુદ્ગલનો સંવર અને પુરાણાં પુદ્ગલની નિર્જરા, એ ત્રણમાં આત્મગુણ તથા પુગલ ઘણા કાળ સુધી સાથે રહે છે છતાં તે એકબીજાના વિરોધી તરીકે વર્તતાં જણાય છે. નિત્યનિગોદમાં જીવ પુદ્ગલથી ઉત્કૃષ્ટતાએ લદાયેલો છે, જ્યાં આત્માનો એકપણ પ્રદેશ ગુણના પ્રકાશ સહિત જણાતો નથી, અર્થાત્ ત્યાં આત્મગુણ નહિવત્ જણાય છે. જેમ જેમ પુદ્ગલનો ભાર આત્મા પરથી નીકળતો જાય છે તેમ તેમ તે જીવના ગુણો પ્રકાશિત થતા જાય છે. જેની છેવટની સ્થિતિ સિદ્ધિભૂમિમાં જોવામાં આવે છે. ત્યાં આત્મિક ગુણો પૂર્ણતાએ આત્મામાં ખીલ્યા છે અને તેને લીધે એકપણ પુદ્ગલ પરમાણુ એ આત્મા પર રહી શકતું નથી.
આત્મિક ગુણોની સભરતા એ જીવની સ્વભાવ સ્થિતિ છે, અને આત્મા પર પુગલનું ચીટકવું એ પરપદાર્થનું આત્મા પરનું આધિપત્ય છે. આ જ કારણથી ગુણના
૨૧૪