________________
કેવળી પ્રભુનો સાથ
ગતિના દોષોનો વહેલામાં વહેલી તકે સંહાર કરવો એ માર્ગમાં વિકાસ કરવા માટેનું સાચું અને સરસ પહેલું પગથિયું છે. માનમાં પ્રવર્તતા જીવને માન તોડવાની ક્રિયા દુષ્કર લાગવાને લીધે માર્ગ સહજ, સરળ અને સહેલો હોવા છતાં દુષ્કર લાગે તે સાવ સ્વાભાવિક છે. કલ્યાણમાર્ગની આ દુષ્કરતાને દૂર કરે છે શ્રી “વીતરાગનો બોધ.'
વીતરાગ પુરુષ મુખ્યતાએ મૌન રહેતા હોય છે કારણ કે તેઓ રાગ તથા દ્વેષથી પર રહે છે. તેમની નિસ્પૃહતા ઘણી ઊંચી કક્ષાની હોય છે. આથી આપણને સવાલ થાય કે આવા ઉત્તમ નિસ્પૃહી વીતરાગીનો બોધ મળે કેવી રીતે? કેટલાક વીતરાગી મહાત્માઓ આવી ઉચ્ચ કક્ષા સુધી પહોંચતા પહોંચતા અન્ય આત્માઓનું કલ્યાણ થાય એવા ભાવ અંતરંગમાં વારંવાર સેવતા હોય છે, ત્યારે અમુક વિરલા આત્માઓ જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય એવા ભાવ કરતા રહેતા હોય છે. આ ભાવના કારણે એ જીવોના આત્મા પર પુદ્ગલનાં કલ્યાણનાં પરમાણુઓ વધારે ને વધારે સંખ્યામાં ચીટકતાં જાય છે.જ્યારે તેમની વીતરાગતા અમુક કક્ષાએ પહોંચે છે ત્યારે જ તે જીવમાં એ ભાવને પૂર્ણ કરવાની શક્તિ આવે છે, ત્યાં સુધી તે કલ્યાણનાં પરમાણુઓનો જથ્થો વધતો જ રહે છે. તેથી જ્યારે તે જીવ વીતરાગી થાય છે ત્યારે તેને આ સંચિત કર્મનો ઉદય આવે છે. કર્મની નિવૃત્તિ અર્થે એ વીતરાગી પુરુષ બોધ આપે છે, તેમનો આ બોધ પૂર્ણ આજ્ઞામાં રહીને થયો હોય છે. તેથી તે બોધમાં નિસ્પૃહતા હોવા છતાં ભરપૂર કરુણા પણ નીતરતી હોય છે, તે સનાતન ધર્મને અનુસરનારી હોય છે. આ સમજણ સ્વીકારવાથી આત્મસિદ્ધિ શાસ્ત્રની પંક્તિ “હણે બોધ વીતરાગતા” માં મૂકાયેલી સૂક્ષ્મ અપેક્ષા સમજી શકાશે. મળતા વીતરાગ બોધથી જે ફાયદા થાય છે તેની જાણકારી વધારે ઉપકારક થશે.
વીતરાગ બોધના ફાયદા નિત્યનિગોદમાં રહેલો જીવ ઉત્કૃષ્ટતાએ કર્મથી લેપાયેલો હોય છે, અને અનંતકાળથી તે અતિશય દુ:ખથી પીડાતો રહ્યો હોય છે. નિત્યનિગોદમાંના કેટલાક જીવોને શ્રી તીર્થંકર પ્રભુનાં કલ્યાણક વખતે રુચક પ્રદેશની પ્રાપ્તિ થાય છે. રુચક પ્રદેશ
૨૧૬