________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
ઉચ્ચ છે. તેથી માનવતા કે મનુષ્યત્વ પહેલાં આવે છે અને શ્રદ્ધા તે પછીથી આવે છે. નિર્જરા પ્રેરિત સંવર માર્ગમાં પુરુષાર્થનો ક્રમ આવો હોય છેઃ શ્રુતિ, માનવતા, શ્રદ્ધા અને શ્રમ.
આ ચારે માર્ગનું આરાધન કરતાં કરતાં જીવની સંજ્ઞા ખીલતી જાય છે. પુરુષના શુભ સંપર્કથી તેની ઇન્દ્રિયોની શક્તિ અને સંજ્ઞા ખીલતાં જાય છે. જીવને આંતરબાહ્ય તત્ત્વોની જાણકારી જો ધારે તો વિશેષ વિશેષ મળતી જાય છે.
સંજ્ઞાનો સદુપયોગ કરવાથી મળતી સિદ્ધિ સંજ્ઞાની શક્તિનો ઉપયોગ જ્ઞાની મહાત્માઓ જીવને ધર્મ પ્રતિ વાળવા માટે કરાવે છે. કર્મબંધનનાં કારણોનો ક્ષય કરવા માટે શ્રી અરિહંત પ્રભુએ મુખ્ય ત્રણ માર્ગ બતાવ્યા છે. ગુણોનો આશ્રવ, વર્તમાનમાં કર્મનો સંવર તથા પૂર્વ કર્મોની નિર્જરા. આ ત્રણ કાર્યને આધારે જીવ કર્મ બાંધવાનાં પાંચ કારણોનો ક્ષય કરી સિધ્ધ થઈ શકે છે. આ ત્રણે ભાવને યથાર્થ માત્રામાં યોગ્ય સમતુલન સહિત કરવા માટે ઘણા માર્ગો છે, તેમાં ભક્તિ પ્રેરિત આજ્ઞામાર્ગ એ ટૂંકામાં ટૂંકો અને સહેલામાં સહેલો તથા સહજ માર્ગ છે. શ્રી વીતરાગ અરિહંતપ્રભુ, કેવળીપ્રભુ આદિ પોતાનાં અનંતજ્ઞાન તથા અનંતદર્શનને, લોકકલ્યાણની ભાવનાથી ઉપજાવેલા નિકાચીત કર્મને પૂર્ણ ક્ષય કરવા અર્થ અને પરમ કરુણાબુદ્ધિના પરમ ઉદ્દેશથી, શ્રી સિદ્ધ ભગવાન જે ભક્તિપ્રેરિત આજ્ઞામાર્ગને સિદ્ધભૂમિમાં અનંતકાળથી પાળતા આવ્યા છે, (અર્થાતુ પાળ્યો છે, પાળે છે અને પાળશે) તે માર્ગને સરળપણે લોકના જીવો સમક્ષ દાન દ્વારા બોધ છે.
શ્રી સિદ્ધ ભગવાન ભલે ગમે તે માર્ગથી કે પ્રકારથી સિદ્ધ થયા હોય, પણ સિદ્ધભૂમિમાં ગયા પછી સર્વ સિદ્ધાત્માઓ પંચપરમેષ્ટિ ભગવંતની ભક્તિ પ્રેરિત આજ્ઞાના માધ્યમથી અક્ષય સ્વભાવ – વીતરાગ દશાને પામે છે. તેઓ “આણાએ ધમ્મો આણાએ તવો” ના માર્ગને, એક આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવરના માર્ગથી પાળી, પરમ ઉત્કૃષ્ટ અંતરાય ગુણને વેદી અક્ષય, અવિછિન્ન, અભેદ, સુધામય, ઘનસ્વરૂપ, તેજોમય, બુદ્ધ વીતરાગતાને સ્વાધીન છતાં એકરૂપે આત્માના
૨૦૯