________________
કેવળી પ્રભુનો સાથ
ભાવ કર્યા હોય છે. આ કર્તાપણાના ભાવથી એ જીવને વિપાક ઉદયના ભોગવટા માટે અંતરાય બંધાય છે, અને બીજી બાજુ કાન પર આવેલા કલ્યાણભાવના સ્પર્શથી એ જીવને સત્તાગત કર્મ માટે નકાર થાય છે, તેથી પ્રદેશોદયના વ્યાજના આશ્રવ માટે આ નકાર દ્વારા અંતરાય બંધાય છે. તેથી તે જીવ પહેલા સંવર કરે છે અને સંવરના અંત પછી નિર્જરા કરે છે. આમ તેને વારાફરતી સંવર તથા નિર્જરા થયા કરે છે.
૪. નિર્જરા પ્રેરિત સંવર માર્ગ પંચેન્દ્રિય થવાથી જીવ કાન પામે છે. ઉપર સમજ્યા તે પ્રમાણે સપુરુષ શબ્દો દ્વારા તેમનાં કલ્યાણભાવને વિશેષ ફોરવી શકે છે. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ્યારે નિર્જરા માર્ગ પર ચાલવાના તેના સહજ પુરુષાર્થથી વિપાક ઉદયના લોભ સાથે શ્રી પુરુષના સૂક્ષ્મ કલ્યાણભાવનો સ્પર્શ પામે છે ત્યારે તેને એ કલ્યાણભાવથી મળતી શાંતિથી સૂક્ષ્મ પરમાર્થ લોભ ઉપજે છે. તે પરમાર્થ લોભથી તે જીવ સહજતાએ પ્રદેશોદય દ્વારા સત્તાગત કર્મોની નિર્જરા કરે છે. આ નિર્જરા કરતાં કરતાં તેને જો જોગાનુજોગ સપુરુષના બોલવાના ઉદયનો લાભ મળે (સપુરુષના ઉચ્ચારાયેલા શબ્દો કાન સુધી પહોંચે), તો એ નિર્જરા માર્ગથી પામેલી માનવતા તેને શ્રદ્ધા તરફ ખેંચી જાય છે. આ શ્રદ્ધા દ્વારા તે કલ્યાણનાં ચૂળ પરમાણુઓ એનામાં વિપાક ઉદયના લોભ પ્રતિ નકાર વર્તાવે છે. આ નકારથી, પહેલી જ વાર, નિર્જરા માર્ગમાં જે પરમાર્થ લોભ સાથે વિપાક ઉદયનો પણ લોભ હતો, તે લોભ માટે પણ આ શ્રુતિના માધ્યમથી અટકાયત (રોકાણ) થાય છે. તે કારણે તે જીવ નિર્જરા પછી સંવર વેદે છે. આ થયો ‘નિર્જરા પ્રેરિત સંવર માર્ગ.'
આ માર્ગ “સંવર પ્રેરિત નિર્જરા માર્ગ' કરતાં વધારે કઠણ છે, કારણ કે તેનો આધાર પરમાર્થ લોભની માત્રા પર રહેલો છે. તેને લીધે જીવને આ માર્ગની પ્રાપ્તિ ‘સંવર પ્રેરિત નિર્જરા માર્ગ” ની પ્રપ્તિ થયા પછી જ થાય છે.
નિર્જરા પ્રેરિત સંવર માર્ગમાં જીવે શ્રદ્ધા કરતા પહેલા પરમાર્થ લોભ સેવવાનો હોય છે, તેથી તેણે નક્કી કરવું પડે છે કે આ કલ્યાણ તે સંસારયોગ કરતાં વધારે
૨૦૮