________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
રીતે વિચારતાં નિશ્ચિત થાય છે કે સંજ્ઞાને લીધે જીવમાં પ્રસંગને સ્મૃતિમાં નોંધવાની (recording કરવાની) અને જરૂર પડે તો તેને ફરીથી સ્મૃત (replay) કરવાની શક્તિ આવે છે. આ કારણથી જીવ એક ઇન્દ્રિય દ્વારા જે વિષયને અનુભવે છે તેને યાદ રાખી, ફરીથી ભાવિમાં તેને સ્મૃત કરી તે નવો વિભાવ કરી શકે છે. આ રીતે સંજ્ઞા મળવાથી જીવના વિભાવ અનંત પ્રકારના થઈ શકે છે. વળી, કર્મની અનંત પ્રકૃતિનાં કારણે તે વિવિધ નિમિત્તોને છૂટા કરવાની તથા ભેગા કરવાની શક્તિ જીવમાં આવે છે. આ શક્તિથી જીવને કર્મબંધનનાં પાંચ કારણોમાંથી એક, બે, ત્રણ, ચાર કે પાંચેપાંચ કારણનાં સાધનથી કર્મબંધ થયા કરે છે. એમાં પણ અમુક કારણને પ્રત્યક્ષપણે તથા અમુક કારણને પરોક્ષપણે વેદી જીવ કર્મબંધન કરે છે. આમ સંજ્ઞા પામ્યા પછી જીવ અનંત પ્રકારે કર્મબંધ કરતો રહે છે.
સંજ્ઞાની પ્રપ્તિ થયા પહેલાં કર્મબંધન કરવામાં અને કર્મને ભોગવવામાં જીવને ઘણી ઘણી મર્યાદાઓ રહેલી છે. તેથી શ્રી પ્રભુએ જણાવેલા કલ્યાણના આઠે માર્ગ અસંજ્ઞી જીવ આદરી કે આરાધી શકતો નથી. તે માત્ર પહેલા ચાર માર્ગ સંવર માર્ગ, નિર્જરા માર્ગ, સંવર પ્રેરિત નિર્જરા માર્ગ અને નિર્જરા પ્રેરિત સંવર માર્ગ – ને જ આરાધી શકે છે. અન્ય ચાર માર્ગ તો સંજ્ઞા આવ્યા પછી જ જીવથી આરાધી શકાય છે. અસંજ્ઞી જીવો પહેલા ચાર માર્ગ કેવી રીતે અને કેવી અપેક્ષાથી આરાધે છે તે સમજણ લેવા યોગ્ય છે.
—
૧. સંવર માર્ગ
સંવર તથા નિર્જરારૂપ પહેલા બે માર્ગ બે પ્રકારના ઉદય સામે ‘સમ' રહેવા માટે સર્જાયા જણાય છે. અર્થાત્ તેમાં સમભાવે રહેવાનો જીવનો પુરુષાર્થ છે. ‘સંવર’ એ વિપાક ઉદય સામે સમ રહેવાનો પુરુષાર્થ છે, અને ‘નિર્જરા’ એ પ્રદેશોદયથી કર્મ ખેરવવામાં બળ આપવાનો પુરુષાર્થ છે. આ પરથી સમજાય છે કે મોટાભાગે ‘સંવર’ શા માટે ‘નિર્જરા’ પહેલાં આવે છે. જે કર્મની ભવસ્થિતિ પાકી ગઈ છે, એટલે કે પાંચ સમવાય અને પંચાસ્તિકાયની સ્થિતિ અનુકૂળ થઈ ગઈ છે, તેવા ભોગવવારૂપ
૨૦૩