________________
કેવળી પ્રભુનો સાથ
કર્મને આપણે વિપાકોદય કહીએ છીએ. ઉદિત કર્મ સામે સ્થિર રહેવું અને બને તેટલો કર્માશ્રવ અલ્પ કરવો એ છે “સંવર માર્ગ.
સર્વ અસંજ્ઞી જીવો પાસે સંજ્ઞા ન હોવાના કારણે તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે પુરુષાર્થ કરી શકતા નથી. એ સહુ જીવો માત્ર સપુરુષો અને પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણભાવના આધારે વિપાક ઉદયમાં સમભાવ રાખી શકે છે. આવા જીવોને જે સમયે આયુષ્ય પૂરું થતું હોય તે જ સમયે તેને કોઈ સત્પરુષનો કલ્યાણભાવ મળે, તેનો સ્વીકાર થાય, વેદાય અને દેહત્યાગ થાય તો તે શ્રી પુરુષના સાથથી પોતાના વિપાકોદયમાં સમ પરિણામે રહી શકે છે, અને કર્મનો સંવર કરી શકે છે. પરંતુ તેઓ સંજ્ઞા તથા ઇન્દ્રિયોની અર્પણતાને કારણે નિર્જરા માર્ગ પર જઈ શકતા નથી.
આમાં તેમનો પુરુષાર્થ કઈ રીતે થાય છે? એ જીવોને કોઈ પૂર્વકૃત ઋણાનુબંધને લીધે સપુરુષ પ્રત્યે અવ્યક્ત શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આવેલી શ્રદ્ધાનાં નિમિત્તથી એ જીવ સત્પષના કલ્યાણભાવની શ્રુતિ કરે છે. આવેલી શ્રુતિના માધ્યમથી તે જીવ પ્રગટેલી ઇન્દ્રિય તથા આત્માનાં વીર્યને મળેલાં નિમિત્ત પ્રતિ કેંદ્રિત કરે છે. આ અપેક્ષાએ તે જીવ પોતામાં મનુષ્યત્વ કેળવે છે. આ ત્રણ કારણોના આધારે તે જીવ અપેક્ષાએ સશ્રમ આદરે છે. પરિણામે તે ઇન્દ્રિય પ્રાપ્તિ તથા સંજ્ઞાની પ્રાપ્તિ પ્રતિ પ્રગતિ કરે છે. આ રીતે સંવર માર્ગમાં શ્રદ્ધા, શ્રુતિ, માનવતા અને શ્રમ એ રીતનો ઘટકોનો ક્રમ રહે છે.
૨. નિર્જરા માર્ગ સર્વ અસંજ્ઞી જીવો આયુષ્યની પૂર્ણતા થવાની હોય ત્યારે જ માત્ર સપુરુષના સંગમાં આવે છે એવું નથી. તેઓ આયુષ્યની મધ્યમાં પણ શ્રી પુરુષના કલ્યાણભાવના સંપર્કમાં આવી શકે છે. તે વખતે તેમની ઇન્દ્રિયોની ઓછપ તથા ઊણપને લીધે અને સંજ્ઞાનાં નાસ્તિત્વને લીધે તે જીવ એ શુભ ઉદયના સાથથી પણ વિપાકોદયમાં સમપરિણામ રાખી શકતો નથી. એ શુભ ઉદય વખતે તે પોતાનાં સત્તાગત કર્મોમાં જ ફેરફાર કરી શકે છે.
૨૦૪