________________
કેવળી પ્રભુનો સાથ
અંતરાયકર્મ અન્ય સર્વ કર્મ સાથે સંબંધ ધરાવે છે. આ કર્મને લીધે જ રૂપી પદાર્થ અરૂપી પદાર્થ પર રાજ્ય ચલાવે છે. જો આ કર્મ ન હોત, તો અરૂપી પદાર્થ પોતાના મૂળ સ્વભાવને કોઈ કાળે ભૂલી ન શકત, અને તેથી કોઈ પણ કાળે તે રૂપી પદાર્થને ગ્રહણ કરત નહિ. આમ અંતરાય કર્મ મોહરૂપી રાજાનો ગુરુ છે. એનાં અસ્તિત્ત્વથી જ મોહાદિ સર્વ કર્મરૂપે પરિણમે છે. અંતરાય કર્મની લાક્ષણિકતા તથા અપૂર્વતા એ છે કે આ કર્મ આત્માને વિભાવ કરવાનું કારણ છે; ત્યારે બીજાં કર્મો આત્માના વિભાવને કારણે ઉદભવે છે. આ અપેક્ષાએ જીવાત્મા અંતરાય કર્મનાં કારણે જ વિભાવમાં જાય છે. આ સિદ્ધાંતથી જ શ્રી કેવળીપ્રભુ યોગ સાથે જોડાય છે; કેવળી સમુઘાતમાં સર્વ આત્માઓ માત્ર આઠ સમય માટે જ રહે છે.
આ કર્મનો જો વિશેષ ઊંડાણથી વિચાર કરીએ તો સમજાય છે કે અંતરાય કર્મ એક પ્રકારે આત્મા માટે ગુણ પણ છે, અને અન્ય પ્રકારે દુર્ગુણ પણ છે. આત્માની પ્રક્રિયાથી કોઈને કોઈ પદાર્થને અંતરાય થાય જ છે. આત્મા જ્યારે વિભાવમાં હોય છે ત્યારે તે પોતાનાં અરૂપીપણાને અંતરાય કરે છે, અને એથી વિરુદ્ધ જ્યારે આત્મા પોતાના સ્વભાવમાં હોય છે ત્યારે એ જ આત્મા રૂપી પદાર્થ માટે અંતરાયરૂપ નીવડે છે. આથી અપેક્ષાએ અંતરાય એ આત્માનો અવગુણ પણ છે અને ગુણ પણ છે; એમ કહી શકાય. આ વાત અતિ સૂક્ષ્મ પણ છે, અને અતિ ગુપ્ત પણ છે. તે ખૂબ વિચારવા યોગ્ય પણ છે. વળી, આ વાતને શાસ્ત્રોના શૂળ લખાણથી જુદી જાણી નિંદા કરવા યોગ્ય નથી. આ અતિ સૂક્ષ્મ જ્ઞાન છે. અને આ સિદ્ધાંતના આધારે જ “સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ નો પાયો રચાયો છે.
મુક્તિ મેળવવા માટે જે આઠ માર્ગની રચના શ્રી પ્રભુએ જણાવી છે તે સર્વ આઠ માર્ગ સૂક્ષ્મતાએ અંતરાય કર્મની સ્થિતિ અનુસાર રચાયા છે. અંતરાય કર્મનાં આશ્રવ, સંવર તથા નિર્જરાની દૃષ્ટિથી આત્માના આશ્રવગુણ, સંવરગુણ તથા નિર્જરાગુણ નિરૂપાયા છે. આ અતિ દુષ્કર જ્ઞાનને મેળવવા માટે આપણે આપણા જીવને જ્ઞાનાંતરાયથી મુક્ત કરવાનો છે. અંતરાય કર્મને તોડવા માટે આજ્ઞામાર્ગ એ અન્ય સહુ માર્ગ કરતાં સરળ, સુગમ, ટૂંકો અને બાધારહિત માર્ગ છે. અંતરાયકર્મને
૧૮૮