________________
કેવળી પ્રભુનો સાથ
સહજ છે. પરંતુ આ સંસારમાં જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ કે યોગમાર્ગ જેવા માર્ગોમાં આ ક્રમ ઘણીવાર નથી પળાતો. આથી એ માર્ગમાં સફળતા મળવી દુષ્કર થઈ જાય છે. આ ત્રણ પગથિયાં કદાચ ચડતા ક્રમમાં સેવી ન શકાય તો પણ વહેલી કે મોડી સફળતા મળી શકે છે, પરંતુ જો પુરુષાર્થ કે શ્રમ ઉ૫૨નાં લક્ષણો કેળવ્યા પહેલાં ક૨વામાં આવે તો નક્કી અસફળતા મળે છે.
“પણ કારણ વિણ કારજ નીપજે રે,
એ નિજમત ઉન્માદ.”
– આનંદઘનજી
સત્ક્રમ કષાયના વિભાવરસથી થતી અંતરાયની અશુભ પર્યાયને શુભ પર્યાયમાં પરિણમાવે છે. સત્ક્રમ જુદી જુદી પ્રેરણાથી થઈ શકે છે.
કલ્યાણ મેળવવા માટે જે આઠ માર્ગ શ્રી જિને પ્રરૂપ્યા છે, તેમાંના પહેલા છ માર્ગ ચતુરંગીયના પહેલાં ત્રણ ઘટકો – માનવતા, શ્રુતિ તથા શ્રદ્ધા નાં જુદાં જુદાં મિશ્રણથી ઉત્પન્ન થયેલા છે. આ આઠ માર્ગમાંથી પહેલા ચાર માર્ગ, સંવર માર્ગ, નિર્જરા માર્ગ, સંવર પ્રેરિત નિર્જરા માર્ગ અને નિર્જરા પ્રેરિત સંવર માર્ગ, અસંજ્ઞી તેમજ સંજ્ઞી એમ બંને પ્રકારના જીવો આદરી શકે છે. ત્યારે બાકીના ચાર માર્ગ મહાસંવર માર્ગ, સંવર પ્રેરિત મહાસંવર માર્ગ, કલ્યાણ પ્રેરિત મહાસંવ૨ માર્ગ અને આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ એ માત્ર સંજ્ઞી જીવો જ આદરી શકે છે.
—
સંજ્ઞા એ મનોયોગની વિશેષતા છે. સંજ્ઞા ઇન્દ્રિય નથી, પણ ઇન્દ્રિય જનિત સર્વ ભાવોનું વિશેષતાએ પૃથક્કરણ કરવા માટેનું એક સાધન છે. પાંચે ઇન્દ્રિયો આવ્યા પછી જ સંજ્ઞા આવે છે; કારણ કે તે ઇન્દ્રિયોને વિષેશતાએ જાણવાનું સાધન છે. સંજ્ઞા આવવાથી જીવમાં ચિંતન, મનન તથા નિદિધ્યાસન કરવાની શક્તિ આવે છે. સંજ્ઞા આવ્યા પછી જીવ ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત થયેલ ભાવને સ્વાધીનપણે વિશેષપણું આપી શકે છે અથવા એ ભાવથી વિરુધ્ધ ભાવને વેદી, ઇન્દ્રિયોથી પર બની ઇન્દ્રિયાતીતપણું વેદે છે.
૧૯૬