________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
અનુભવ શરૂ થાય છે. ધ્રાણેન્દ્રિય આવતાં જીવને જે રસનારૂપી પૌલિક પરમાણુનાં ગ્રહણથી મિથ્યાષ્ટિ વેદાતી હતી, તેને મજબૂત કરતી પુદ્ગલની વાસ ભળે છે. પુદ્ગલની વાસનો સહવાસ થતાં, તેને માટે તે મારાપણાંનો ભાવ વેદે છે, અને આ પુદ્ગલો મારાં છે એવો ભાવ દઢ કરે છે. આ ભાવમાં મિથ્યાત્વ સાથે અવિરતિનું જોડાણ થાય છે. તેથી કર્મબંધના કારણોમાં વધારો નોંધાય છે. જેમ કર્મબંધના કારણો વધે છે તેમ કર્મને ભોગવવાનાં સાધનો પણ વધે છે. આ જીવને સંજ્ઞીપંચેન્દ્રિયનું નિમિત્ત, કાળ અને પુદ્ગલના રસગુણની સાથે પુદ્ગલનો ગંધગુણ પણ મળે છે, જેથી તે જીવ સપુરુષના સુનિમિત્તને સ્પર્શ, રસના અને નાક દ્વારા ઓળખી શકે છે. રસના સાથે જે પરિઝહબુદ્ધિ આવે છે, તેના સથવારામાં ધ્રાણેદ્રિયના વધવાથી અબહ્મભાવનો તે કર્તા થાય છે. એ વખતે સ્વચ્છંદ કે મિથ્યાત્વનાં જોરમાં જો જીવ આયુષ્ય પૂરું કરે છે તો તે જીવ કાં એટલી જ ઇન્દ્રિય સાથે જન્મે છે અગર તો તે બે ઇન્દ્રિયપણામાં ઊતરી જાય છે. પરંતુ જો તે જીવને યોગાનુયોગે સત્પરુષના વીતરાગભાવ કે કલ્યાણભાવ સાથે આયુષ્યના અંત વખતે જોડાણ થાય છે કે સંપર્ક થાય છે તો તે જીવને એ શુભભાવ પ્રતિ પરિઝહબુદ્ધિ થાય છે, તેનાથી તે અતિ સૂક્ષ્મતાએ બ્રહ્મમાં ચરે છે, અને તેને વેદાતો મિથ્યાત્વ તથા અવિરતિનો ભાવ અપેક્ષાએ મંદ થાય છે; તેથી તે જીવ ચાર ઇન્દ્રિય પામવા પ્રતિ વિકાસ કરે છે.
જીવને મળતી ચોથી ઇન્દ્રિય છે ચક્ષુ. ચક્ષુ આવતાં જીવે અનુભવ કરવા માટે પુદ્ગલનો સ્પર્શ કરવો પડતો નથી. પદાર્થને દૂરથી જ ઓળખવાની શક્તિ તેને પ્રાપ્ત થાય છે. આ પ્રકારની શક્તિ મળવાની શરૂઆત જીવને ત્રીજી ઇન્દ્રિયની પ્રાપ્તિથી શરૂ થાય છે, પરંતુ એ શક્તિનું સ્પષ્ટપણે ચોથી ઇન્દ્રિય પ્રગટવાથી થાય છે. પદાર્થ કે પુગલને દૂરથી જ જોવાથી શક્તિ મળવા સાથે જીવમાં સહજાસહજ એક દોષ ઉત્પન્ન થાય છે. જીવ જ્યારે પદાર્થને દૂરથી જુએ છે ત્યારે તેનાં અંતરમાં એ પદાર્થ પ્રત્યે ભાવાનુસાર રાગ કે દ્વેષ જાગે છે. આ સૂમ રાગદ્વેષનાં ફળરૂપે જીવને પદાર્થ પ્રત્યેના પુરુષાર્થમાં ઉદ્યમી થવાની લાગણી અથવા સ્વરૂપ પ્રત્યેના પુરુષાર્થમાં અનુદ્યમી થવાની લાગણી પ્રત્યક્ષપણે અનુભવાય છે. આ લાગણી એ જ ‘પ્રમાદ' છે. તે પરથી
૧૯૯