________________
કેવળી પ્રભુનો સાથ
મિથ્યાત્વ ભોગવાય તેટલું નવું બંધાતુ પણ જાય છે. આ બંધન કાયયોગના કારણથી થતું રહે છે, અને તે વિકસતો નથી.
ઉત્તમ પુરુષના યોગે વિકાસ કરી જીવ જ્યારે બે ઇન્દ્રિયવાળો થાય છે ત્યારે તેને બીજી રસના ઇન્દ્રિય પ્રાપ્ત થાય છે. રસના ઇન્દ્રિય વધવાથી જીવ પુદ્ગલને ચાખી શકે છે તથા તેનો સ્વાદ લઈ શકે છે. આમ એનાં સ્પર્શેન્દ્રિયનાં જ્ઞાનમાં રસનો ઉમેરો થાય છે. રસરૂપી પુદ્ગલને અનુભવતાં તે જીવને પહેલીવાર સકામપણે મિથ્યાત્વનું વેદન થાય છે. એટલે કે જે જે પદાર્થને તે જીવ ગ્રહણ કરે છે તે સર્વ માટે તેને મારાપણાનો ભાવ સૂક્ષ્મતાએ વેદાય છે. આમ કર્મની નિર્જરા તથા બંધન માટે કાળરૂપી પદાર્થમાં પુદ્ગલાસ્તિકાયના રસના ગુણનો ઉમેરો થાય છે; તે રસના ગુણથી જીવ મિથ્યાત્વનું સકામ વેદન શરૂ કરે છે. તેમાં કાયયોગ અને વચનયોગ સહકારી ભાગ ભજવે છે. રસના ગુણના વેદન દ્વારા તે જીવ નવું સકામ મિથ્યાત્વ બાંધી શકે છે, અને એ કર્મ ભોગવવા માટે તે જીવને સંજ્ઞી પંચેન્દ્રિયનું નિમિત્ત, કાળ તથા પુદ્ગલના રસનો સથવારો મળે છે.
આ સંયોગનાં કારણે જીવને માત્ર સંખ્યાતકાળ સુધી જ બેઇન્દ્રિયપણામાં રહેવું પડે છે. એ જીવ જો શુભ નિમિત્તમાં શુભભાવ કરે તો તે પ્રગતિ કરે છે, અને અશુભ નિમિત્તમાં આવી મિથ્યાત્વરૂપી મહાશત્રુના પંજામાં ફસાય તો એ પાછો એકેંદ્રિય થઈ જાય છે. આ મિથ્યાત્વ સાથે તે જીવ જે જે પુગલના રસના સ્પર્શથી – ચાખવાથી તે સર્વ પુગલ માટે મારાપણાનો ભાવ વેદી, મિથ્યાદૃષ્ટિથી પરિગ્રહભાવ વેદે છે; તે પરિગ્રહબુદ્ધિના જોરથી, જો જોગાનુજોગ એ જીવને સપુરુષના શુભ કલ્યાણભાવનો સ્પર્શ થાય છે, તો એ પરિગ્રહભાવની આદતમાં તે સત્પરુષના શુભભાવનો પરિગ્રહ વેદે છે. આ શુભ પરિગ્રહભાવથી એ જીવની મિથ્યાદષ્ટિ અપેક્ષાએ મંદ થાય છે. તે વખતે જો તે જીવનું આયુષ્ય પૂરું થતું હોય તો વર્તતા શુભભાવના જોરથી તે બેમાંથી ત્રણ ઇન્દ્રિય પામવા તરફ આગળ વધે છે.
તેને ત્રીજી ઇન્દ્રિયરૂપે ઘાણંદ્રિય મળે છે. નાક આવવાથી જીવને સંજ્ઞી પંચેંદ્રિયનું નિમિત્ત, કાળ અને પુગલના રસના ગુણને સહાય કરનાર પુગલના ગંધગુણનો
૧૯૮