________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
વિભાવરસથી મુક્ત કેવી રીતે થવું? એ આપણને આજનો મુંઝવતો પ્રશ્ન છે. શ્રમણ ભગવાન મહાવીરે તેમની છેલ્લી દેશનામાં જે ઉપદેશ સહુને આપ્યો હતો, તે ઉપદેશ શ્રી સુધર્માસ્વામીએ તેમના શિષ્ય શ્રી જંબુસ્વામીને કર્યો હતો. આ ઉપદેશ શ્રી ઉત્તરાધ્યયન સુત્રના “ચતુરંગીય’ નામનાં અધ્યયનમાં ગ્રંથસ્થ થયો છે. એમાં સત્સંવ, સદગુરુ અને સદ્ધર્મને પ્રાપ્ત કરવા માટે ચાર લક્ષણો બતાવ્યાં છે – માનવતા, શ્રુતિ, શ્રદ્ધા અને શ્રમ (પુરુષાર્થ). વિચારતાં સ્પષ્ટ થાય છે કે આ જ લક્ષણોને મેળવીને, તેનો સદુપયોગ કરીને જીવ વિભાવરસને તોડી સ્વભાવરસ તરફ પ્રગતિ કરી શકે છે.
માનવતાથી મિથ્યાત્વ વિભાવરસથી બંધાયેલી અંતરાયની અશુભ પર્યાયને અંતરાયની શુભ પર્યાયમાં લાવી શકાય છે. આ શુભ પર્યાયમાં જીવ એની સંજ્ઞાનો ઉપયોગ કરી, દેહની આસક્તિ તોડવા, સત્ પ્રત્યે (સદૈવ, સદ્ગુરુ અને સદ્ધર્મ પ્રતિ) પ્રેમ ઉત્પન્ન કરે છે. તેનાથી તેના દેહની આસક્તિ સહજપણે છૂટતી જાય છે.
આ પછી આગળ વધી જીવ જ્યારે સત્ પ્રતિ સત્કૃતિ કરે છે ત્યારે અવિરતિ વિભાવરસથી ઉત્પન્ન થતી અંતરાયની અશુભ પર્યાયમાંથી અંતરાયની શુભ પર્યાય પ્રગટ થાય છે. સત્કૃતિમાં જીવ પોતાની ઇન્દ્રિયો તથા સંજ્ઞાનો સદુપયોગ કરે છે; પરિણામે તેને ઇન્દ્રિયજનિત સુખનો નકાર વર્તાતો જાય છે, અને તે ઇન્દ્રિય તથા સંજ્ઞાને સતુના શ્રવણ પ્રતિ કેંદ્રિત કરતો જાય છે. લાભ લેતો જાય છે.
જેમ જેમ સત્કૃતિ વધતી જાય છે તેમ તેમ જીવ સત્ શ્રદ્ધા પ્રતિ પ્રગતિ કરે છે. મળેલી સત્ શ્રદ્ધાથી પ્રમાદ વિભાવરસથી ઉત્પન્ન થતી અંતરાયની અશુભ પર્યાય શુભ પર્યાયમાં પરિણમે છે. સતુશ્રદ્ધાના વધવા સાથે જીવ પોતાની ઇન્દ્રિયો અને સંજ્ઞાની સાથે પોતાની લાગણીઓ એટલે કે હૃદય અને ચિત્તને સત્ તરફ કેંદ્રિત કરે છે. આવેલી શ્રદ્ધાથી જીવ સંસારસુખના પુરુષાર્થને સતુના પુરુષાર્થ તરફ વાળવાનો નિર્ણય કરે છે.
સભ્રમ એ માનવતા, શ્રુતિ અને શ્રદ્ધાનું અંતિમ ધ્યેય છે. ઉત્તમ માર્ગમાં માનવતા, શ્રુતિ અને શ્રદ્ધા એ ત્રણનો ક્રમ ચડતો હોવો જોઇએ, તે સલ્ફળ મેળવવા માટે
૧૯૫