________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
અંતરાયગુણમાં રૂપાંતરિત કરવા માટે જીવે આજ્ઞામાર્ગ આરાધવો જરૂરી છે. તે થકી આ રૂપાંતર તથા રિવર્તન શક્ય થાય છે; કારણ કે વિભાવથી બાંધેલા અંતરાય કર્મ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓથી અંતરાયગુણમાં પરિવર્તિત થાય છે.
આત્માનાં છ પદ માંના ‘આત્મા કર્તા છે’ અને ‘આત્મા ભોક્તા છે’ એ બે પદમાં અંતરાય કર્મની આ લાક્ષણિક્તા ગુપ્તપણે સમાયેલી છે. ‘કર્મનું કર્તાપણું' એટલે કાર્ય કે ભાવ ક૨વાની પ્રક્રિયા. જીવ જ્યારે સ્વભાવને છોડીને વિભાવમાં પ્રવેશે છે ત્યારે એ પોતાના આત્માને સ્વરૂપથી વંચિત કરે છે. સ્વરૂપથી વંચિત થતાં જ એ પાંચ મહાવ્રતનો ભંગ કરે છે. મહાવ્રતના ભંગથી એ જીવ જે જે કર્મ એ વિભાવ ભાવમાં બાંધે છે, એ ભાવમાં એ અંતરાયકર્મ પણ બાંધે છે. આમ વિભાવજનિત કર્મબંધ વખતે જીવ અંતરાયકર્મ પણ બાંધે છે. આનાથી ઊલટું જીવ જ્યારે કર્મનાં ભોક્તાપદનો અનુભવ કરે છે ત્યારે તે જીવ વિપાક અથવા પ્રદેશ અથવા બંને પ્રકારે ઉદય વેદી કર્મનાં પરમાણુઓને ત્યાગે છે. આ પ્રક્રિયાની સફળતા ત્યારે જ સંભવિત થાય છે, જ્યારે એ જીવ એને લગતાં અંતરાયકર્મને અંતરાયગુણમાં ફેરવે છે. જીવનાં અંતરાયકર્મ અંતરાયગુણમાં જ્યારે પલટાય છે, ત્યારે એ જીવ કર્મનાં પુદ્ગલ પરમાણુઓને ખેરવી સ્વરૂપની સન્મુખ જઈ શકે છે. સ્વરૂપની સન્મુખ જવાથી તે જીવ વિભાવ પ્રત્યે અંતરાય વેદી, અંતરાય ગુણને ખીલવે છે.
આ પરથી સિદ્ધ થાય છે કે અંતરાયની બંને પર્યાય એ આત્માના મૂળ સ્વભાવનું નજીકમાં નજીકનું પ્રતિબિંબ છે. આ ૫ર વિચાર કરવાથી સ્પષ્ટ થશે કે અંતરાય એ એવું કર્મ છે કે જે પુદ્ગલરૂપે પણ પ્રવર્તે છે અને આત્માના ભાવરૂપે પણ પ્રવર્તે છે. જીવ જ્યારે વિભાવમાં હોય છે ત્યારે તે સ્વરૂપ પ્રતિની અથવા પરમાર્થની અંતરાય બાંધે છે તથા વેદે છે, જેને લીધે તે વર્તતા વિભાવનુસાર અંતરાય કર્મ સહિત સાત કે આઠ પ્રકૃતિનો બંધ કરે છે. અર્થાત્ તે જીવ અંતરાયના ભાવથી અંતરાયકર્મ સહિત સાત કે આઠ પ્રકારના કર્મ બાંધે છે. જીવ જ્યારે સ્વભાવમાં હોય છે ત્યારે તે આત્માના ભાવ પ્રમાણે તે વિભાવનાં અંતરાય બાંધે છે તથા વેદે છે. તેને લીધે સ્વભાવનો અનુભવ સંભવિત બને છે. આમ અંતરાય એ આત્માના ભાવ અને કર્તાભોક્તાપણાના
૧૮૯