________________
કેવળી પ્રભુનો સાથ
ભાવ વચ્ચેનો સેતુ છે. જો અંતરાયનું અસ્તિત્વ ન હોત તો આત્મા તથા પુદ્ગલ જે બંને ભિન્ન ભિન્ન પદાર્થો છે તે ક્યારે પણ એકમય થઈ શક્યા ન હોત; જીવ કર્તાભોકતાપણાના ભાવને વેદી શકત નહિ. વિસ્તારથી વિચારણા કરતાં લક્ષ આવે છે કે કોઇક અપેક્ષાથી આત્માના કર્તગુણનો અને ભોક્તાગુણનો અનુભવ કરવામાં સહાયક થનાર અંતરાય છે.
પ્રત્યેક સમયે જીવ જ્યારે સાત કે આઠ કર્મનું બંધન કરે છે ત્યારે તે દરેક કર્મ સાથે અંતરાયકર્મ પણ બાંધે જ છે. અંતરાય કર્મ ધ્રુવબંધી છે. અહીં અંતરાયનો ભેદ સમજવાનો છે. મૂળ અંતરાય કર્મ અને અન્ય કર્મોની સાથે બંધાતું અંતરાય કર્મ, એ બંને વચ્ચે ઘણા ભેદ છે. દા.ત. મૂળ અંતરાય કર્મ, જ્ઞાનાવરણની અંતરાય, દર્શનાવરણની અંતરાય, વેદનીયની અંતરાય વગેરે વગેરે, જુદી જુદી રીતે પ્રવર્તે છે. અંતરાય કર્મનાં વિવિધ પુદ્ગલોનાં દર્શન કરવામાં આવે તો એવી નવાઈ લાગે કે આટલી બધી વિવિધતા હોવા છતાં આ સર્વ એક જ કર્મના ભાંગામાં કેવી રીતે આવી શકે છે ? વળી, તેમાં પણ દરેક કર્મની અંતરાયના અનંત ભાંગા છે. જેમકે જ્ઞાનાવરણની અંતરાયના અનંત પ્રકાર છે. આ ઉપરાંત, આત્માને જુદા જુદા પ્રત્યાઘાતમાં જુદા જુદા ભાવ થાય છે, અને તે સર્વ ભાવ માટે જુદા જુદા પ્રકારની અપૂર્વ અંતરાય બંધાય છે. આ કારણથી અને આ જ્ઞાનની સમજણથી શ્રી કેવળી ભગવાન અન્ય જીવની પરિણિત જાણી શકે છે અને સમજી શકે છે. વ્યવહારથી કહેવું હોય તો કહી શકાય કે દરેક આત્મિક ભાવ માટે અંતરાય એક વિશિષ્ટ માધ્યમ (code) જેવું કામ કરે છે. ઉદા.ત. એક જીવ એક પ્રકારનું કર્મ બાધે જેમાં તેને પૂર્વનિશ્ચિત જ્ઞાનાવરણ દર્શનાવરણ આદિ આઠે કર્મ બંધાય તો, એ કર્મ બાંધતા આઠે કર્મ સાથે જે અંતરાય કર્મ બંધાય તે વિશિષ્ટ પ્રકારનાં (unique) હોય છે. જો બીજો જીવ અંતરાય કર્મની એ જ સંખ્યા બાંધે તો નિશ્ચિતપણે કહી શકાય કે એ બીજા જીવે પણ પહેલા જીવ
જેવું એકરૂપતાવાળું (identical) કર્મ બાંધ્યું છે. આ જ્ઞાન છદ્મસ્થ અવસ્થામાં મેળવવું ઘણું ઘણું કઠણ છે, કારણ કે આઠ કર્મનાં ભાગ, તે બધા ભાગના રસ, સ્થિતિ અને જથ્થા પ્રમાણે અંતરાય કર્મના પેટાભાગ અર્થાત્ ફેરફાર થાય છે. આના જ્ઞાન દ્વારા
૧૯૦