________________
કેવળી પ્રભુનો સાથ
ઉત્પન્ન થતા જ જીવ સ્વભાવથી વિમુખ બને છે. એટલે કે (૧) તે જીવ સૂક્ષ્માતિસૂક્ષ્મ રીતે પાંચ મહાવ્રતનો ભંગ કરે છે. (૨) જેવો એ મહાવ્રતનો ભંગ થાય તેવો જ એ જીવ એ સમયે અંતરાયની અશુભ પર્યાય બાંધે છે. (૩) આ અશુભ પર્યાયને કર્મદેહ આપવા (કે જેથી ભાવિમાં એ ભોક્તારૂપ નીવડી શકે) પુદ્ગલનાં પરમાણુઓ વિભાવરસમાં ચીટકે છે. અહીં કાર્ય પુરું થતું નથી. જો અહીં કાર્ય પુરું થતું હોત તો જીવ જે સમયે વિભાવમાંથી બહાર આવે તે જ સમયે એ કર્મને ખેંચી ખેરવી નાખે. (૪) પરંતુ આ કર્મનાં પુદ્ગલ પરમાણુઓ ઉપર ફરીથી એક બીજું અંતરાયની અશુભ પર્યાયનું કવચ થાય છે, જેના લીધે જીવ એનાં વીર્ય દ્વારા એ કર્મનાં અસ્તિત્ત્વને ત્યાં સુધી છિન્નભિન્ન ન કરી શકે કે જ્યાં સુધી એ કર્મનો અબાધાકાળ પૂરો થાય નહિ. આ ક્રિયાનું દશ્ય
વિભાવ રસનું
કવચ
વિભાવ રસ
કર્મનાં પરમાણુઓ
મુખ્યતાએ અઘાતીકર્મને અનુલક્ષીને આ
પ્રક્રિયા સમજવા જતાં સવાલ ઊભો થાય છે કે અંદરના વિભાવરસ અને બહારના વિભાવરસના કવચમાં શું તફાવત રહેલો છે?
બહારના વિભાવરસનાં કવચ દ્વારા આત્મા ૫૨ કર્મનાં પુદ્ગલ પરમાણુઓ શા માટે ખેંચાતા નથી?
શ્રી પ્રભુની પરમ કૃપાથી જવાબ મળે છે કે ચાર વિભાવરસમાં દરેક રસના બે ભાગ થાય છે. (૧) સક્રિય અથવા સકામ ભાગ. (૨) અક્રિય અથવા અકામ ભાગ.
સક્રિય અથવા સકામ ભાગ એ ચારે કારણોમાં જોવા મળે છે. જીવ જ્યારે સકામપણે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અથવા કષાયને વેદે છે, અગર તો બધાં જ કારણોને સાથે વેદે છે ત્યારે એ ભાવ વિભાવરસનો સક્રિય કે સકામ ભાગ બને છે. આ સક્રિય અથવા સકામ ભાગમાં અંતરાયની બળવાન અશુભ પર્યાય હોય છે, જે તે આત્માનાં વીર્યને રુંધી મુખ્ય અંતરાય બને છે. વળી, એ વિભાવરસ સકામપણે વેદાતો હોવાથી તેનામાં લોહચુંબક જેવી આકર્ષવાની શક્તિ (attraction power) આવે છે. આ આકર્ષવાની શક્તિને, આત્માના વિભાવભાવ, કર્તાપણું – સક્રિયપણું આપે છે.
૧૯૨