________________
કેવળી પ્રભુનો સાથ
અનુસરણ પ્રમાણે તેનું ફળ આવે છે. દરેક માર્ગમાં અમુક કર્મનો મુખ્યતાએ ક્ષય થાય છે અને બીજા કર્મોનો ગૌણતાએ ક્ષય થતો હોય છે. તેથી જીવની જરૂરિયાત પ્રમાણે પ્રભુ તેને આજ્ઞાધીન થયા પછી જુદા જુદા માર્ગે દોરતા હોય એમ જણાય છે. આ માર્ગોની સમજણ લેવાથી એ પણ સમજાતું જાય છે કે, કયા જીવ માટે, ક્યા કર્મક્ષય માટે, ક્યો માર્ગ ઉત્તમ છે. પણ તેમાં ઘણી સૂક્ષ્મતા તથા ઝીણવટની જરૂરત છે. તેમ છતાં આ વિશે આપણે થોડી પ્રારંભિક સમજણ લઈએ.
કોઈ પણ કાર્ય કરવા માટે જીવે પોતાનું વીર્ય (શક્તિ) વાપરવું પડે છે. આ વીર્ય બે પ્રકારે છે : અભિસંધિજ વીર્ય અને અનભિસંધિજ વીર્ય. જીવનાં અભિસંધિજ વીર્યનો ઉપયોગ સભાનપણે – ઇચ્છાપૂર્વક કાર્ય કરવાની પ્રક્રિયામાં થાય છે, અને અનભિસંધિજ વીર્યનો ઉપયોગ સભાન ઉપયોગ વગરની પ્રક્રિયા કરવામાં થાય છે. ઉદા.ત. આપણે વિચાર કરી શરીરનું હલનચલન આદિ ક્રિયા કરીએ છીએ તેમાં અભિસંધિજ વીર્ય વપરાય છે, અને લોહીનું પરિભ્રમણ, ખોરાકનું પાચન આદિ ક્રિયાઓમાં અનભિસંધિજ વીર્ય વપરાય છે. એટલે કે તે ક્રિયાઓમાં અપેક્ષાએ સહજપણે વીર્યનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયાનો વિચાર કરવાથી આપણને સમજાય છે કે સકામ પુરુષાર્થ અને અકામ પુરુષાર્થના ભાંગા વીર્યના આ બે પ્રકારના ભાંગા પર આધારિત છે. તેથી જીવ જ્યારે સકામ પુરુષાર્થ કરે છે ત્યારે તે અભિસંધિજ વીર્યનો ઉપયોગ કરે છે; અને તે જીવ જ્યારે અકામ પુરુષાર્થ કરે છે ત્યારે અનભિસંધિજ વીર્યનો ઉપયોગ કરે છે.
અભિસંધિજ વીર્ય આત્માનાં કર્તાપણાના ભાવથી ઉત્પન્ન થાય છે અને અનભિસંધિજ વીર્ય આત્માનાં ભોકતાપણાના ભાવથી ઉત્પન્ન થાય છે. જીવ જ્યારે કર્તાપણાના ભાવથી ભોક્તાપણું વેદે છે ત્યારે એ જીવ અભિસંધિજ વીર્યથી અનભિસંધિજ વીર્ય ઉત્પન્ન કરે છે, જેને આપણે સાદી ભાષામાં સકામ પુરુષાર્થથી કરેલી અકામ નિર્જરા' કહી શકીએ.
આથી વિપરીત જ્યારે જીવ ભોકતાપણાના ભાવથી કર્તાપણું વેદે છે, ત્યારે એ જીવ અનભિસંધિજ વીર્ય થકી અભિસંધિજ વીર્ય ઉપાર્જે છે. જેને આપણે “અકામ
૧૮૨