________________
કેવળી પ્રભુનો સાથ
થાય છે. તેથી કેટલીકવાર જીવ આ આઠે માર્ગ એક સાથે આચરતો હોય એવું પણ બની શકે છે. તેમાં અમુક માર્ગ તે સકામપણે અને બીજા માર્ગો તે અકામપણે આચરતો હોય છે. સકામ – અકામનો આ ભેદ તો કેવળીગમ્ય છે, તેથી તેની ઝીણવટ આપણને મળી શકે નહિ. પરંતુ એ તો ચોક્કસ છે કે આગળ વધતો જીવ આ બધામાંથી એક માર્ગે મુખ્યતાએ ચાલતો હોય છે, અને તેમાં તે પોતાના પુરુષાર્થ, ગુરુની સમર્થતા તથા ધર્મની ઉચ્ચતાની પ્રાપ્તિ અનુસાર ફેરફાર કરતો રહે છે.
શ્રી પંચપરમેષ્ટિ ભગવંત નિયમપૂર્વક છઠ્ઠા અને સાતમા માર્ગે એટલે કે મહાસંવરના મુખ્ય માર્ગે ચાલે છે. શ્રી તીર્થંકર પ્રભુ નિયમથી સંવર પ્રેરિત મહાસંવરના માર્ગે, કલ્યાણપ્રેરિત મહાસંવરના માર્ગે અથવા તો આજ્ઞા પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવરના માર્ગે હોય છે. શ્રી ગણધર પોતાના આરાધ્યદેવ અને ગુરુ પ્રતિના પોતાના ભાવના આધારે માર્ગ ગ્રહણ કરે છે. જે પૂર્ણ આજ્ઞાથી ભક્તિમાર્ગે હોય છે, તે આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવરના માર્ગે ચાલે છે. પરંતુ જેઓ જ્ઞાનમાર્ગ કે યોગમાર્ગે આગળ વધતા હોય છે તેઓ મુખ્યતાએ સંવર પ્રેરિત મહાસંવરના માર્ગે જાય છે.
મહાસંવર માર્ગ અને સંવર કે કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ વચ્ચે ફરક શું છે? શ્રી પ્રભુ પરમ કરુણા કરી આપણને સમજાવે છે કે મહાસંવર માર્ગમાં જીવ મુખ્યતાએ મોહનીયનો ક્ષયોપશમ કરે છે, ત્યારે સંવર કે કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગમાં જીવ મોહનીયની સાથે સાથે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ વધારતો રહે છે. સંવર પ્રેરિત મહાસંવર માર્ગમાં જીવ જ્ઞાનમાર્ગે કે યોગમાર્ગે કર્મના આશ્રવને તોડવા માટે લક્ષ કેંદ્રિત કરે છે, ત્યારે કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગમાં જીવ કર્મક્ષય કરવા કરતાં શુદ્ધાત્માના ગુણોનો આશ્રવ કરવા પર લક્ષ કેંદ્રિત કરે છે.
આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગમાં જીવ શુદ્ધ આત્મિક ગુણાશ્રવને લક્ષ બનાવવાનું કામ પણ આજ્ઞાધીનપણે કરે છે. આ શુભ કાર્ય માટેની સુખબુદ્ધિ પણ તે તોડે છે. અને પોતાના સ્વચ્છંદને આજ્ઞારૂપી અતિ ઉત્તમ પુરુષાર્થમાં પરિણમાવે છે; જે થકી જીવ આત્મગુણોનો આશ્રવ પણ આજ્ઞાધીનપણે કરે છે. લોકકલ્યાણ જેવા
૧૮૪