________________
કેવળી પ્રભુનો સાથ
આ સિદ્ધાંત અનુસાર જ્યારે જીવ ૧૦માં ગુણસ્થાને આવે છે ત્યારે અરિહંતનો સાથ એને પોતાના પાંચ સમવાય પ્રમાણે, કર્મની સ્થિતિ પ્રમાણે એવી આજ્ઞા આપે છે કે જેથી તે ૧૦માથી ૧૨મા ગુણસ્થાને ત્વરાથી પહોંચી શકે.
અરિહંત પ્રભુની વાણી કેવળ વીતરાગમય છે એટલે એમાં દરેક જીવની કર્મપ્રકૃતિ પ્રમાણે જોઈતી સ્થિતિસ્થાપકતા હોય છે. અન્ય પરમેષ્ટિમાં સ્પૃહા હોવાથી અમુક માત્રામાં જ રહે છે. આ જ કોઈ વખત વ્યક્તિગત પ્રકૃતિ સાથે સંઘર્ષમાં આવે એવો સંભવ રહે છે. એ સંઘર્ષ ન થવા દેવા માટે તથા યથાર્થ આજ્ઞાપાલન કરવા માટે જીવે પોતાના પુરુષાર્થને તીક્ષણ કરવો પડે છે; એટલું જ નહિ પણ સમય માત્રનો પ્રમાદ ન થાય તેનો લક્ષ પણ રાખવો પડે છે. જો લક્ષ પૂર્ણ હોય તો આજ્ઞા અને આરાધન વચ્ચે તફાવત રહેતો નથી, તેની સ્થિતિ અને જથ્થા વચ્ચેનો સુમેળ જળવાઈ રહે છે.
શ્રી અરિહંત ભગવાનની પરમ કરુણાના યોગથી જીવ જ્યારે એમના કલ્યાણભાવના પરમાણુઓ અને અન્ય ચાર પરમેષ્ટિના સમૂહરૂપ કલ્યાણભાવના પરમાણુઓ પૂર્ણ આજ્ઞાએ ગ્રહણ કરે છે ત્યારે એ દશમા ગુણસ્થાનનું મંત્રસ્મરણ, અગ્યારમા ગુણસ્થાનની પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ અને બારમા ગુણસ્થાન માટેની પ્રાર્થના એક સાથે કરી શકે છે. આ અપૂર્વ અને કપરા કાર્ય માટે તેને અરિહંતના સાથ ઉપરાંત સિદ્ધ પ્રભુના સાથની પણ જરૂર પડે છે. દશમા ગુણસ્થાનથી જ્યારે આત્મા આગળ વધવાનો હોય છે ત્યારે એક સમય પહેલાં તે સિદ્ધ ભગવાનના સાથને અલગ જોઈ શકે છે, જાણી શકે છે અને અનુભવી શકે છે. એટલે કે આત્મા પહેલા અરિહંતના સાથને અનુભવે છે, પછી સિદ્ધના સાથને અનુભવે છે અને પછી બાકીના ત્રણ પરમેષ્ટિના સાથને અનુભવે છે. આ વખતમાં તેના સમયવર્તીપણામાં ઘટાડો થતો નથી, પરંતુ તે કર્મની સ્થિતિ તોડવામાં અરિહંતના સાથની સાથે સિદ્ધપ્રભુના સાથને સ્પષ્ટ ભિન્નતાથી અનુભવે છે.
શ્રી સિદ્ધ ભગવંતે આઠે કર્મનો ક્ષય કર્યો હોવાથી એમના પરમાણુઓમાં પૂર્ણ કર્મક્ષય કરવાની પ્રેરણા રહી હોય છે. અરિહંત પ્રભુને ચાર અઘાતી કર્મનો ક્ષય કરવાનો બાકી હોવાથી એ અંશ અપૂર્ણતા કે પ્રમાદ આવી શકે, તે સંભાવના તોડવા
૩૮