________________
કેવળી પ્રભુનો સાથ
કરે છે ત્યાં તેને સ્વચ્છંદ, પ્રમાદાદિ પાછો પાડી નીચે ઊતારે છે, આમ અનંતકાળ સુધી જીવની ચડઊતર ચાલ્યા જ કરે છે. આવા ચડઊતરના કાર્યમાં જ્યારે સપુરુષનો અને સગુનો યોગ થાય છે, તેમના કલ્યાણભાવને સ્વીકારવા જીવ ઉત્સુક થાય છે ત્યારે તેનામાં અનાદિકાળથી પજવતા પ્રમાદ, સ્વછંદ કે માનભાવને તોડવા માટે શક્તિ ઉત્પન્ન થાય છે. તે જીવ સદ્ગુરુ આશ્રયે વિનયી થતાં શીખે છે. તેને સમજાય છે કે પોતાના દોષ ટાળવા માટે વિનય એ પરમ ઉપકારી સાધન છે અને જેમ જેમ તેનામાં સગુરુ પ્રતિ પ્રેમ, શ્રદ્ધા અને અર્પણભાવ વધતાં જાય છે તેમ તેમ તેનામાં ગુરુ પ્રતિનો વિનયભાવ વિકસતો જાય છે.
“સદ્ગુરુ સાચા છે, તેમનું કહ્યું કરવાથી મને શાંતિ તથા સુખનો અનુભવ થાય છે, તેમની આજ્ઞામાં રહેવાથી મારું કલ્યાણ જ થવાનું છે” આવું તેનું શ્રધ્ધાન વધતું જાય છે. તે શ્રધ્ધાનના પ્રભાવથી તેની વિવેકશક્તિ ખીલતી જાય છે, સારા નરસાનો તફાવત સમજાતો જાય છે, શ્રેય અને પ્રેયના ઠંદ્રમાં શ્રેયના માર્ગે જવાથી શાશ્વત સુખ મળવાનું છે, તથા ટૂંકી દૃષ્ટિથી સુખની વ્યાખ્યા કરવાને બદલે દીર્ઘદ્રષ્ટિથી શાશ્વત સુખ તરફ જવાના માર્ગને તે વધારે મહત્ત્વ આપતો થાય છે. અમુક કાર્ય કરતાં તેની તાત્કાલિક જરૂરિયાત પોષાય છે, પણ પરિણામમાં દીર્ઘકાળનું દુ:ખ અનુભવવું પડે તેમ પણ થઈ શકે છે, અને થોડા કાળ માટે દુ:ખ વેઠી સમય પસાર કરતાં દીર્ઘકાલીન સુખ પ્રતિ જઈ શકાય છે - એ બે માર્ગ વચ્ચેનો ભેદ પારખી દીર્ઘકાલીન સુખના પ્રયત્નમાં જવાનો વિવેક તેનામાં જાગે છે. ટૂંકમાં કહીએ તો સાધકને ગુણોની પરખ આવે છે, કલ્યાણકારી અકલ્યાણકારી તત્ત્વ વચ્ચેના તફાવતનો ખ્યાલ આવે છે, ક્ષણિક અને શાશ્વત સુખ વચ્ચેના પરિણામની સમજ આવે છે અને તે સાધક વધારે ઉપકારી તત્ત્વ મેળવવા તરફ વિશેષ જાય છે. જે તેનામાં ખીલેલી વિવેકબુદ્ધિનું પરિણામ હોય છે.
આવી ઉત્તમ વિવેકબુદ્ધિ ખીલવાનો ભેદ તેના ગુરુ પ્રતિના કેળવાયેલા પ્રેમ, શ્રધ્ધા અને અર્પણતામાં જોવા મળે છે. આ ગુણોના વિકાસ સાથે સાધકમાં વિનયગુણ વિકસતો જાય છે. જેની પાસેથી આવી ઉત્તમ જાણકારી, કલ્યાણને પુષ્ટિ આપનાર માર્ગદર્શન
૬૪