________________
કેવળી પ્રભુનો સાથ
નથી. પરિણામે એ રુચકપ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોને જ્ઞાનદર્શનનું યથાર્થ દાન આપી શકતા નથી. તેના અનુસંધાનમાં એ કેવળીગમ્ય પ્રદેશો અશુદ્ધ પ્રદેશોને જ્ઞાનદર્શનનું યથાર્થ દાન કરી શકતા નથી. તેટલા પ્રમાણમાં તેની રત્નત્રયની આરાધના અશુધ્ધ રહે છે. આ સ્થિતિનું વર્ણન ગુપ્તતાએ શ્રી રાજપ્રભુએ અપૂર્વ અવસરની નીચેની કડીમાં કર્યું છે,
“જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો, તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.” અપૂર્વ.
અહીં ‘શ્રી સર્વજ્ઞ' એટલે કેવળીગમ્ય પ્રદેશો અને ‘શ્રી ભગવાન” એટલે ચક પ્રદેશો તથા રુચક પ્રદેશો પાસેથી આ અપૂર્વજ્ઞાન પામેલા કેવળીગમ્ય પ્રદેશો એમ અર્થ લઈ શકાય. આ વાણી માત્ર અનુભવથી એટલે કે ચેતન દ્વારા જ ચેતનને મળી શકે છે. આ ગુપ્ત જ્ઞાનદર્શન ચક પ્રદેશથી કેવળીગમ્ય પ્રદેશોને અને કેવળીગમ્ય પ્રદેશોથી અશુધ્ધ પ્રદેશોને માત્ર અનુભવ દ્વારા જ મળે છે. આ અનુભવ જીવને ત્યારે જ થાય છે કે જ્યારે તેના આત્માને પરમાર્થિક સિદ્ધિ મળી શકે તેમ હોય.
જે ભાવિ તીર્થકર આત્માનુબંધી યોગ સાથે મહાસંવરના માર્ગે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે, તેમને ઉપર જણાવેલી ભાવિ અરિહંતની સિદ્ધિ ઉપરાંત એક વિશેષ ગુપ્ત આંતરક્રિયા થાય છે. આત્માનુબંધી યોગ એટલે છેલ્લા આવર્તનના સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં બે જીવો વચ્ચેનો ૩૫૦ ભવથી વધારે ભવનો શુભ સંબંધ. આવો શુભ સંબંધ ચાર જીવ વચ્ચે રચાય ત્યારે તે ચતુર્વમુખીન યોગ કહેવાય છે, અને તેમાંથી બે જીવ તીર્થકર અને બે જીવ ગણધર થાય છે. આવા ચતુર્વમુખીન આત્માનુબંધી યોગના પહેલા તીર્થંકર મહાસંવરના માર્ગમાં નામકર્મનો આશ્રવ કરે તો તે જીવના રુચક પ્રદેશોની અને કેવળીગમ્ય પ્રદેશોની આકૃતિ સમાન આકારની બને છે. સાથે સાથે તેમનાં જ્ઞાનદર્શન ખીલવા ઉપરાંત આત્માનુબંધી યોગવાળા બીજા
૧૪૪