________________
કેવળી પ્રભુનો સાથ
અને ભવ પ્રમાણે ફેરફાર પામતા રહે છે. એ આજ્ઞારસ શ્રી અરિહંતપ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓમાં આજ્ઞારસરૂપે ત્યાં સુધી રહે છે કે જ્યાં સુધી એ માર્ગનું કાર્યકારીપણું એ અરિહંતપ્રભુ દ્વારા સક્રિય રહેવાનું હોય. આ રસ પ્રભુનાં તીર્થંકર નામકર્મનાં ધ્રુવબંધીપણાને લીધે સતત બંધાયા કરે છે, અર્થાત્ આવા આજ્ઞારસની ઉત્પત્તિ પણ તીર્થંકર નામકર્મ નિકાચીત થયા પછીથી ધ્રુવબંધી થઈ જાય છે.
શ્રી અરિહંતપ્રભુ તીર્થંકર નામકર્મ નિકાચીત કર્યા પછી જેટલા અંશે પૂર્ણ આજ્ઞામાં રહે છે, તેટલા અંશે તેમની રત્નત્રયની આરાધના પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓ સાથે સુમેળ પામે છે, અને એટલી વિશેષ માત્રામાં કલ્યાણનાં પરમાણુઓ તેમનો આત્મા ખેંચી શકે છે. પૂર્ણ આજ્ઞામાં રહીને, જો અરિહંતપ્રભુનો આત્મા મહાસંવરના માર્ગે તીર્થંકર નામકર્મ બાંધે છે તો એમનાં નામકર્મનાં પરમાણુઓનો આશ્રવ વધારે સકામ થાય છે. જેટલો સકામ આશ્રવ વધારે તેટલો વિશેષ આજ્ઞારસ તેમાં ભળે છે. આજ્ઞારસ જેટલો વધારે ભળે તેટલા વધારે કલ્યાણનાં પરમાણુઓ સઘન થાય છે. આ પરમાણુઓની સઘનતા જેટલી વિશેષ, તેટલા પ્રમાણમાં તેનો આશ્રવ કરનાર જીવ પર મહાસંવરના માર્ગનું સિંચન યોગ્યતાએ થતું જાય છે. અને આ સિંચન તે જીવને વિશેષ વિશેષ અપ્રમાદી બનાવવામાં કારણભૂત થાય છે. શ્રી અરિહંતપ્રભુનું અપ્રમાદીપણું જેટલું વિશેષ તેટલું વિશેષ તે કાળના જીવોનું પુરુષાર્થીપણું. એવી જ રીતે આ વિશિષ્ટ માર્ગનું વિશેષપણું તથા વિસ્તૃતપણું હોય છે. આ કાર્યથી એ ભાવિ અરિહંતને એમના કેવળીગમ્ય પ્રદેશો અને રુચક પ્રદેશો પાસેથી સહેલાઈથી શ્રુતજ્ઞાન મળે છે, સાથે સહજતાએ પણ મળે છે. આ દાન ખૂબ જ વિશાળ, ગંભીર અને ગુપ્તજ્ઞાનનું દાન છે, તે ઉપરાંત તેનાથી તે આત્માના સર્વ પ્રદેશો પર શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓનો એક અપૂર્વ થર જામતો જતો હોય છે. જ્યારે એ આત્મા એક બાજુથી તીર્થંકર નામકર્મ બાંધે છે ત્યારે બીજી બાજુથી એ જ સમયે એ આત્મા શ્રી પંચપરમેષ્ટિના કલ્યાણનાં પરમાણુઓના સ્કંધમાં પોતાના આજ્ઞારસને ભેળવીને એ સ્કંધોને જગતમાં વહેતા મૂકે છે. આવી અપૂર્વ પ્રક્રિયા કરવાને લીધે એ આત્માને મધ્યમથી વિપુલ ચાર જ્ઞાન પૂર્વ ભવમાં પ્રગટ થાય છે. આ ચાર જ્ઞાનની
૧૪૨