________________
કેવળી પ્રભુનો સાથ
=
શ્રી અરિહંતપ્રભુએ ચારે ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન, કેવળદર્શન, અપેક્ષાએ યથાખ્યાત ચારિત્ર તથા અપેક્ષાએ અનંતવીર્ય રૂપ પરમાર્થિક સિદ્ધિ મેળવી હોય છે. આ અરિહંત પ્રભુની આત્મિક શુદ્ધિ કેવી છે કે જેનાં કારણે તેઓ આ પરમાર્થિક સિદ્ધિને આંબી શક્યા છે! એમની આત્મિક શુદ્ધિની યોગ્ય સમજણ લેવા માટે કેટલીક વસ્તુ સમજવા યોગ્ય છે. ૧. અકામ નિર્જરા જે કર્મકાર્ય જીવ અનિચ્છાપૂર્વક ભોગવી ભોકતા થાય છે. ૨. સકામ નિર્જરા — જે કર્મ/કાર્ય જીવ ઇચ્છાપૂર્વક ભોગવી ભોકતા થાય છે. ૩. સકામ આશ્રવ · જે કર્મ/કાર્ય ઇચ્છાપૂર્વક કરી જીવ કર્તા થાય જે કર્મકાર્ય ઇચ્છારહિતપણે કરી જીવ કર્તા થાય છે. કર્મ/કાર્ય જીવ ઇચ્છાપૂર્વક કરતો નથી અને કર્તા થતો નથી. ૬. અકામ સંવર જે કર્મકાર્ય જીવ અનિચ્છાપૂર્વક નથી કરતો અને કર્તા થતો નથી. ૭. મહાસંવરનો માર્ગ જે માર્ગથી આત્મા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ અનુસાર સકામ આશ્રવ, સંવર, નિર્જરા તથા અકામ આશ્રવ, સંવર, નિર્જરાને પ્રમાદરહિત બની પંચપરમેષ્ટિના આજ્ઞારૂપી ધર્મને તપમાં એવી રીતે પરિણમાવે છે કે જેને લીધે (સ્પૃહાથી) આત્મિક શુદ્ધિનું પાલન કરવાથી જે પરમાર્થિક સિદ્ધિ ઉત્પન્ન થાય છે, તેને માટે તે પરમ નિસ્પૃહતા વેદે છે. ટૂંકમાં કહીએ તો આત્મિક શુદ્ધિનાં આરાધનથી નીપજતી પરમાર્થિક સિદ્ધિ માટે તે નિસ્પૃહતા વેદે છે.
છે. ૪. અકામ આશ્રવ ૫. સકામ સંવર
—
-
—
આપણે જાણીએ છીએ કે સર્વ આરાધક જીવોમાંથી અમુક વિરલા જીવો જ પંચપરમેષ્ટિ ભગવંતરૂપ થાય છે. આવા પંચપરમેષ્ટિ ભગવંતોમાંના ઘણા ઓછા જીવો જ મહાસંવ૨ના માર્ગને યથાર્થરૂપે, ઉત્કૃષ્ટપણે અને પૂર્ણ આજ્ઞામાં રહીને જોઈ શકે છે, જાણી શકે છે, અનુભવી શકે છે અને આચરણ કરી શકે છે. બીજી રીતે કહીએ તો મહાસંવરના માર્ગનો અનુભવ કરવાની પૂર્વ શરત એ છે કે એ જીવનું શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના સમૂહમાં સ્થાન હોવું જોઈએ, અથવા સિદ્ધ થતા પહેલા એ સમૂહમાં સ્થાન પામવા જોઇએ. આ પરથી ફલિત થાય છે કે મહાસંવરના માર્ગની યથાર્થ ખીલવણી માટે જીવે લોકના સમસ્ત જીવો માટે કલ્યાણભાવ વેદવો જરૂરી છે. આ કલ્યાણભાવ માત્ર છદ્મસ્થ જીવો માટે જ નહિ પણ સિદ્ધાત્મા માટે પણ એ જ
૧૪૦