________________
કેવળી પ્રભુનો સાથ
રહ્યો હોવાથી “આણાએ તવો' ને ઉત્તમતાએ વેદે છે, પરિણામે તેનો પુણ્યબંધ સંસારી પુણ્યમાંથી કેવળજ્ઞાન પહેલાં ભોગવાય તેવાં પરમાર્થ પુણ્યમાં પલટાય છે અને એ પુણ્યને તે કેવળી સમુદ્યાત વખતે વેદી શકાય તેવા પુણ્યમાં રૂપાંતરિત કરી શકે છે. આવા બળવાન પુરુષાર્થી જીવને જ્ઞાનદર્શનના ઊઘાડ સાથે પરમ વીતરાગતા અને પરમ પૂર્ણ આજ્ઞાનું વેદન રહેતું હોવાથી તેની ક્ષપક શ્રેણિ માત્ર નવ સમયમાં પૂરી થઈ શકે છે.
આ બધા ઉપરાંત તે જીવને છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાને એક બીજી સિદ્ધિ પણ મળે છે. કોઈ પણ જીવને જો વીતરાગતાના અનુભવમાં કે શુકુલધ્યાનમાં જવું હોય તો તેને પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ અને ધર્મધ્યાનનાં આરાધન પછી તેની પ્રાપ્તિ સામાન્ય રીતે થતી હોય છે. તેવો જીવ વૈરાગ્ય, ઉદાસીનતા અને વીતરાગતા ક્રમથી પામતો હોય છે. પરંતુ જે જીવ મહાસંવરના માર્ગમાં યથાર્થતાએ પ્રવર્તે છે, તે જીવ પ્રાર્થના, ક્ષમાપના કે મંત્રસ્મરણ, કોઈ પણ એકના આરાધનથી થોડો સમય ધર્મધ્યાનમાં રહી શુકુલધ્યાનમાં જઈ શકે છે. એ જીવને વીતરાગતા મૈત્રીપ્રેરિત વીતરાગતારૂપે મળે છે, તેનું મૂળ મંત્રી તથા આનંદ હોય છે. આથી આવો જીવ જાગૃત અવસ્થામાં, કામ કરતી વખતે પણ શૂન્ય રહી શકે છે. અર્થાત્ તેને કર્માશ્રવ કરતાં કર્મનિર્જરા ઘણાં વધારે પ્રમાણમાં થતાં હોય છે. તેને વૈરાગ્ય પ્રેરિત વીતરાગતાની સહાય લેવી પડતી નથી. વૈરાગ્યપ્રેરિત વીતરાગતામાં નકારાત્મક વલણની ઝાંખી છે, જે વીતરાગતાની કક્ષાને નબળી બનાવે છે.
મહાસંવરના માર્ગની જાણકારી અને અનુભૂતિ આવતાં જીવને નિશ્ચય થાય છે કે ધર્મનો માર્ગ તે ત્યાગનો નહિ પણ પ્રાપ્તિનો માર્ગ છે. પ્રાપ્તિના આ માર્ગમાં શોકને કે દુ:ખને સ્થાન નથી, તેમાં તો હર્ષ છે અને આનંદ સહિતની પ્રસન્નતા છે. આમ ધર્મારાધનનો માર્ગ જીવને આનંદ ઉપજાવનાર, ઉત્સાહપ્રેરક, થકાવટ તોડાવનાર એવો ધુરંધર માર્ગ છે. શ્રી જિનેશ્વર પ્રણીત ધર્મનો આજ્ઞામાર્ગ – મહાસંવરનો માર્ગ એ મૂળ આજ્ઞામાર્ગનો એક ભાગ છે; તેથી તે કર્મ સાથે સંવરનો માર્ગ હોવા છતાં, તેમાં આનંદ છે, મંગળ છે, શાંતિ છે. સવાલ આવી શકે એમ છે કે જ્યાં
૧૬૦